Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Mumbai: તાડદેવ વિસ્તારમાં 20 માળની કમલા બિલ્ડીંગમાં લાગી આગ, 19 લોકોને બચાવી લેવાયા, સાતના મોત

Mumbai: તાડદેવ વિસ્તારમાં 20 માળની કમલા બિલ્ડીંગમાં લાગી આગ, 19 લોકોને બચાવી લેવાયા, સાતના મોત
, શનિવાર, 22 જાન્યુઆરી 2022 (12:00 IST)
મુંબઈ (Mumbai) ના તાડદેવમાં ભાટિયા હોસ્પિટલ (Bhatia Hospital) ની પાસે 20 માળની કમલા બિલ્ડિંગમાં (Kamala Building) લેવલ 3 ની આગ (Fire)લાગી છે.  અગ્નિશમનની 13 ગાડીઓ ઘટના સ્થળ પર પહોંચી છે. BMCએ માહિતી આપી કે બે લોકો ઘાયલ થઈ ગયા છે અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 5 એબુલેંસ ઘટના સ્થળ પર હાજર છે. BMCએ માહિતી આપી છે કે 7 લોકોના મોત થયા છે. 5 એમ્બ્યુલન્સ સ્થળ પર હાજર છે. ત્યાં પ્રાપ્ત માહિતી અનુસાર, અત્યાર સુધીમાં કુલ 19 લોકોને બચાવી લેવામાં આવ્યા છે

તેમાંથી 4 લોકોને નાયર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. અહીં બે લોકોને મૃત જાહેર કરવામાં આવ્યા છે.  સાથે જ 15 લોકોને ભાટિયા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.ભાટિયા હોસ્પિટલમાં ત્રણ લોકોની હાલત ગંભીર છે. તેમને ICUમાં રાખવામાં આવ્યા છે. જ્યારે 12 લોકો સામાન્ય રીતે ઘાયલ છે. તેમને જનરલ વોર્ડમાં રાખવામાં આવ્યા છે.
 
 
 મુંબઈના મેયર કિશોરી પેડનેકર ઘટનાની જાણકારી મળતા જ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. તેમણે કહ્યું કે 6 વૃદ્ધોને ઓક્સિજન સપોર્ટ સિસ્ટમની જરૂર હતી અને તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે પરંતુ ધુમાડાના ગોટેગોટા છે. તમામ લોકોને બચાવી લેવાયા છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સુરતમાં વધુ એક બસમાં આગ લાગી, હજીરામાં ભીષણ આગની જ્વાળાઓમાં લક્ઝરી બળીને ખાક