મુંબઈ એયરપોર્ટ પર સોમવારે એક મોટી દુર્ઘટના ટળી ગઈ. અહી એયર ઈંડિયા પ્લેનની પુશ બૈક ટ્રોલીમાં આગ લાગી ગઈ. જે સમયે પુશ કરનારી ગાડીમાં આગ લાગી એ સમયે પ્લેનમાં 85 લોકો બેસેલા હતા. આગથી પ્લેનમાં બેસેલા મુસાફરોને કોઈ નુકશાન થયુ નથી. હાલ પુશ બૈક ટ્રોલીમાં આગ લાગવાનુ કારણ જાણી શકાયુ નથી.
પુશ બેક ટ્રોલી મુખ્ય રૂપે એક ટ્રેક્ટર હોય છે. તેના દ્વારા જ એરક્રાફ્ટને ટેક્સી-વેથી રનવે પર લાવવામાં આવે છે. તેની સાથે જોડાયેલ એક રૉડ પ્લેનના નોઝ વ્હીલ એટલે કે આગળના વ્હીલ સાથે કનેક્ટ કરવામાં આવે છે. પછી તે પ્લેનને ધકેલતા રનવે સુધી પહોંચાડે છે. ત્યારપછી ટ્રોલીને હટાવી લેવામાં આવે છે અને પ્લેન ટેક ઓફ માટે રનવે પર દોડવા માંડે છે.