Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

મા વાત્સલ્ય કાર્ડ હવે સરકારી હોસ્પિટલોમાં બનાવી આપવામાં આવશે

આવકના દાખલા કઢાવવામાં થતી મુશ્કેલીને કારણે માં કાર્ડની મુદ્દત 31 જુલાઈ સુધી લંબાવાઈ

મા વાત્સલ્ય કાર્ડ હવે સરકારી હોસ્પિટલોમાં બનાવી આપવામાં આવશે
, બુધવાર, 9 જૂન 2021 (00:25 IST)
મા વાત્સલ્ય કાર્ડ ઘરાવતા લાભાર્થીઓ યોજના  હએથળ જોડાયેલી, માન્યતા મેળવેલી કોઈપણ સરકારી, ટ્રસ્ટ સંચાલિત, ખાનગી હોસ્પિટલોમાં સારવાર મેળવે શકે છે. 
 
- ભારત સરકારની જોગવાઈઓ મુજબ સમગ્ર રાજ્યમાં મા અમૃતમ અને મા અમૃતમ વાત્સલ્ય યોજનાના લાભાર્થીઓને અગાઉ આખા પરિવાદીઠ એક કાર્ડ આપવામાં આવતુ હતુ તેના બદલે હવે દરેક લાભાર્થીને વ્યક્તિગત ઓળખકાર્ડ આપવામાં આવશે. દા.ત એક પરિવારમાં 5 વ્યક્તિ હઓય તો આ પહેલા 5 વ્યક્તિ વચ્ચે એક જ કાર્ડ હતુ. હવે પરિવારના પાંચ જણને જુદા જુદા વ્યક્તિગત કાર્ડ આપવામાં આવશે. જેથી તેના ઉપયોગમાં સરળતા રહેશે. 
 
હાલમાં રાજ્યની સરકારી હોસ્પિતલ, CHC, PHCમાં નવા કાર્ડ કાઢવાનુ શરૂ કરવામાં આવ્યુ છે. તેથી બધા લાભાર્થી નવા કાર્ડ આ હોસ્પિટલમાં કઢાવી શકશે. જયા સુધી નવુ કાર્ડ કાઢવામાં ન આવ્યા ત્યા સુધી જૂના કાર્ડ પરનો લાભ પહેલાની જેમ જ ચાલુ રહેશે. જેથી કોઈની સારવાર અટકશે નહી. 
 
નીતિન પટેલ - હુ આશા રાખુ છે કે મા યોજનના દરેક લાભાર્થી આ માર્ગદર્શન પ્રમાણે કાર્યવાહી રશે અને લાભાર્થી નવુ કાર્ડ તાત્કાલિક મેળવી લેશે.  જેથી જરૂરિયાત મુજબ રૂ 5 લાખ સુધીની સારવાર વિનામૂલ્યે મેળવી શકે. 

કોરોના કાળમાં દર્દીઓની સારવાર માટે માં કાર્ડ દ્વારા લોકોને સસ્તી સારવાર મળી રહી છે. તે ઉપરાંત સંક્રમણની પરિસ્થિતિને જોતાં આવકના દાખલા કઢાવવાની મુશ્કેલીને ધ્યાને લઈને રાજ્યના આરોગ્ય વિભાગે માં કાર્ડની મુદ્દત આગામી 31મી જુલાઈ સુધી લંબાવવાનો નિર્ણય કર્યો છે. નાયબ મુખ્યમંત્રીએ જાહેરાત કરતાં કહ્યું હતું કે જે નાગરિકોના મા-કાર્ડની મુદ્દત 31 માર્ચ ના રોજ પુરી થઇ છે.

તેવા નાગરિકો માટે હાલની કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તથા આવકના દાખલા કઢાવવાની સાંપ્રત મુશ્કેલી ધ્યાને લઇ, મા-કાર્ડની મુદ્દત વધુ ત્રણ મહિના એટલે કે, 30 જૂન સુધી લંબાવવામાં આવી હતી. કોરોનાની હાલની સાંપ્રત પરિસ્થિતિને ધ્યાને રાખી આ મુદ્દત 31 મી જુલાઇ સુધી લંબાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને 5 લાખ સુધીની વિનામૂલ્યે સારવાર આપતી મા યોજનાની કામગીરીમાંથી ખાનગી કંપનીને દૂર કરવાનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે.


કાર્ડ ઇશ્યુ કરવાથી લઇને રિન્યુ કરવાની કામગીરી માટે એન-કોડ કંપનીને કોન્ટ્રાક્ટ અપાયો હતો જેનો સમયગાળો પૂર્ણ થઇ જતાં ગત સપ્તાહથી આ કંપનીના 319 સેન્ટરો બંધ કરી દેવામાં આવ્યા છે. મા કાર્ડને લગતી કામગીરી સરકાર જાતે જ કરશે. જેથી 1500 જેટલા પીએચસી, સીએચસી અને તમામ જનરલ હોસ્પિટલોમાં હવેથી મા કાર્ડ ઇશ્યુ કરવાની, રિન્યુ કરવા સહિતની તમામ કામગીરી થશે. રાજ્યમાં હાલ મા યોજનાના 75 લાખ જેટલા લાભાર્થી છે. મા યોજનાને અનેક એવોર્ડ પણ મળી ચૂક્યા છે. મા કાર્ડ ધરાવતા અનેક લાભાર્થીઓને 31 મેના રોજ કાર્ડની મુદ્દત પૂરી થઇ ગઇ હોવાના મેસેજ મળ્યા છે. સૂત્રો મુજબ કોરોનાની સ્થિતિમાં લાભાર્થીઓને તાત્કાલિક કાર્ડ રિન્યુ કરવા જવું ન પડે અને આકસ્મિક બીમારીના કિસ્સામાં તાત્કાલિક સારવાર મળી રહે તે માટે 31 મેના રોજ મુદત પૂરી થઇ છે તેવા તમામ કાર્ડ 30 જૂન સુધી માન્ય રાખવાનો નિર્ણય કરાયો હતો. હવે તેમાં એક મહિનાનો વધારો કરવામાં આવ્યો છે.


મા વાત્સલ્ય કાર્ડ હવે સરકારી હોસ્પિટલોમાં બનાવી આપવામાં આવે છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

કાનપુરમાં ભીષણ દુર્ઘટના, એસી બસ અને ટેમ્પો વચ્ચે ટક્કર, 16ના મોત, અનેક ગંભીર