Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

લોન એનપીએમાં 26 ટકાનો વધારો: લોકડાઉનથી નાના ઉદ્યોગોની કમ્મર ભાંગી

લોન એનપીએમાં 26 ટકાનો વધારો: લોકડાઉનથી નાના ઉદ્યોગોની કમ્મર ભાંગી
, શનિવાર, 4 જુલાઈ 2020 (15:27 IST)
ઓટોમોબાઈલ, ટેક્સટાઈલ અને અન્ય સેક્ટરોમાં કોરોના પૂર્વેથી શરુ થયેલો માગમા ઘટાડો તથા વૈશ્વિક લોકડાઉનના કારણે માઈક્રો, સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઈઝીસ (એમએસએમઇ)ને રોકડની કટોકટીનો સામનો કરવો પડી રહ્યો છે. આ ઉપરાંત કોરોના ફાટી નીકળતાં રાજ્યના એમએસએમઇ પરનું ભારણ વધ્યું છે. સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટી (એસએસબીસી)ના રિપોર્ટ મુજબ એમએસએઇઇથી ગ્રોસ નોન-પર્ફોમિંગ અસેટ્સ (એનપીએ) 27 ટકા ઘટી છે. 2018-19માં એનપીએનોબોજ રુા. 8,222 કરોડ હતો તે રુા. 2259 કરોડ વધી 2019-20માં રુા. 10481 કરોડ થયો છે. જાણકારો કહે છે કે ગુજરાતમાં કેટલાય એમએસએમઇને ખાસ કરીને ઓટોમોબાઈલ, અને ટેક્સટાઈલ સેક્ટરમાં સ્લોડાઉનનો ભાર અનુભવવો પડ્યો હતો. આમ પણછેલ્લા બે વર્ષથી અર્થતંત્રમાં માગ નબળી હતી. વળી, વર્કિંગ કેપિટલ લોન માટે નાના ઉદ્યોગો નોન-બેન્કીંગ ફાઈનાન્સ કંપનીઓ (એનબીએફસી) પર આધાર રાખતા હોય છે. આવી બેન્કીંગ કંપનીઓ પણ મુશ્કેલીમાં મૂકાતાં એમએસએમઇના ક્રેડિટ-ફલોને વધુ ફટકો પડ્યો હતો. પેમેન્ટસાયકલ લાંબુ ખેંચાતા એમએસએમઇની લિક્વિડીટી અને ફિકસ્ડ ઓપરરેડ્સમાં કોઇ રાહત નહીં મળતાં બેડલોન વધતી રહી છે. રસપ્રદ છે કે, એનપીએ વધી રહી છે ત્યારે એમએસએમઇ માટેનો ક્રેડિટ ઇનફલો વર્ષ દરમિયાન સ્થગિત રહ્યો છે. એસએસબીસી રિપોર્ટ કહે છે કે એમએસએમઇને લોન ધીરાણ 31 માર્ચે 2019એ રુા. 1.27 લાખ કરોડ હતું તે 31 માર્ચ, 2020એ પૂરા થતાં વર્ષમાં માત્ર 1.5 ટકા વધી રુા. 1.29 લાખ કરોડ થયું હતું.
 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ભાજપે ગમે તે કરીને રાજ્યસભામાં જીત મેળવી પણ વિધાનસભાની પેટાચૂંટણી મુશ્કેલ બનશે