Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ઉત્તરાયણનો આનંદ માણવા ગુજરાતીઓ ધાબે ચડ્યા, બપોર પછી મંદ પડશે પવન

ઉત્તરાયણનો આનંદ માણવા ગુજરાતીઓ ધાબે ચડ્યા, બપોર પછી મંદ પડશે પવન
, ગુરુવાર, 14 જાન્યુઆરી 2021 (15:58 IST)
આજે વહેલી સવારથી લોકો ધાબે ચડી ગયા હતા. આજે ગુજરાતીઓનો સૌથી મનપસંદ તહેવાર હોય છે. પરંતુ આજે ગીતો ગુંજ જોવા મળી રહી નથી. કારણ કે સરકારી ગાઇડલાઇન મુજબ ડીજે અને મ્યુઝીક વગાડવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. ધીમે ધીમે ધાબાઓ પર લોકોની ભીડ જામી રહી છે, લોકો ચીકી, મમરાના લાડવા, તલસાંકળી, શેરડી અને પતંગ દોરી લઇને ધાબે ચડી ગયા છે. નાસ્તા અને મોજમસ્તી સાથે પતંગ ચગાવવાની મજા માણી રહ્યા છે. 
webdunia
શહેરમાં દર વર્ષે ઉત્તરાયણ પર ઘર દીઠ 15-20 જેટલા મિત્રો અને કુટુંબીજનો ભેગા થતા હોય છે. આ વખતે કોરોનાને કારણે પરિવાર સિવાયના લોકોને ધાબે ભેગા થવા પર પ્રતિબંધ છે. જેથી શહેરીજનો માત્ર પરિવાર સાથે જ ઉત્તરાયણ ઉજવી રહ્યા છે. શહેરના સેટેલાઈટ, વસ્ત્રાપુર, સરખેજ, રાણીપ, બોપલ, ચાંદખેડા, નારણપુરા, ઈસનપુર, નિકોલ, નરોડા, બાપુનગર, વસ્ત્રાલ સહિતના વિસ્તારોમાં રહેતાં લોકો માત્ર પોતાના ટેરેસ પર જ ફેમિલી પાર્ટી અને પતંગ ઉડાવી સંતોષ માની રહ્યા છે.
 
જોકે આ વખતે જોર જોર થી વાગતા ગીતો ની કમી જોવા મળી રહી છે કારણ કે તેના ઉપર પ્રતિબંધ છે છતાંપણ અનેક જગ્યાએ હળવા મ્યુઝીક વાગતા જોવા મળી રહ્યા છે. પતંગ ચગાવવાની મજા પવન પર નિર્ભર કરે છે અત્યાર મિડીયમ પવન છે. હંમેશા પવન ચર્ચાનો વિષય રહે છે. ત્યારે ઉત્તરાયણના દિવસે સવારથી બપોર સુધી પવનની ગતિ 10થી 18 કિલોમીટરથી વધુ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, ત્યારબાદ ગતિ ઘટતાં ઠૂમકાં મારવા પડશે. 
 
હવામાન વિશેષજ્ઞ નું કહેવું છે રાજ્યમાં ઉત્તરાયણના દિવસે સવારથી બપોર સુધી પવનની ગતિ સારી રહેશે. બપોર પછી ગતિ ઘટીને 5થી 9 કિમીની થઈ જશે. ઉત્તરાયણ-વાસી ઉત્તરાયણના દિવસે સવારે 9.30થી બપોરે 12.30 સુધી પવનની ગતિ 5થી 10 કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા વ્યક્ત કરાઈ રહી છે. લોકો બપોરે ઉંધીયા અને જલેબીની મજા માણે. કોરોનાકાળ વચ્ચે પણ લોકોમાં ઉત્તરાયણનો આનંદ જોવા મળી રહ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે આજના દિવસે પુણ્યનું આગવું મહત્વ હોવાથે લોકો ગાયને ઘાસ, કૂતરાઓને રોટાલા ગરીબોને દાન કરતા જોવા મળી રહ્યા છે. 
 
હવામાન વેબસાઈટ એક્યુવેધર અનુસાર શુક્રવારે પણ હવામાન સામાન્ય રહેશે અને પતંગબાજીને અનુકૂળ હવામાન રહેશે. તેમજ પવનની ગતિ પણ 6 કિમી પ્રતિકલાકની ગતિએ રહેશે. પવન ઉત્તર ઉત્તરપૂર્વમાંથી ફૂંકાશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Mumbai- પતિએ પત્નીને ચાલતી ટ્રેન સાથે ધક્કો માર્યો, મહિલાનું મોત