Publish Date: Wed, 30 Jun 2021 (22:28 IST)
Updated Date: Thu, 01 Jul 2021 (08:56 IST)
આમ આદમી પાર્ટીના નેતા ઇશુદાન ગઢવી અને મહેશ સવાણી પર જૂનાગઢના લેરિયા ગામમાં અજાણ્યા શખ્સો દ્ધારા હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં એક કાર્યકર ગંભીર રીતે ઘાયલ થયો હતો.
હુમલાખોરોએ આપ પાર્ટી નેતા ઈશુદાન ગઢવી, મહેશ સવાણીની ગાડીના કાચ તોડ્યા હતા. જણાવવામાં આવી રહ્યુ છે કે હુમલાખોરોએ પાંચથી સાત ગાડીઓના કાચ તોડ્યા હતા. બે લોકોને પથ્થરમારામાં ઇજા પહોંચી હતી. પોલીસ બંદોબસ્ત વચ્ચે પણ આપના નેતાઓ પર હુમલો થયો હતો. હુમલાને પગલે આપ પાર્ટી દ્ધારા લેરિયાનો કાર્યક્રમ રદ કરવામાં આવ્યો.