Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Saturday, 11 January 2025
webdunia

વડોદરામાં મહિલાએ બ્રેકના બદલે એક્સિલરેટર દબાવી દીધું, કાર ઉછળી 5 પગથિયા કૂદી... કાચ તોડી સીધી શોરૂમમાં ઘૂસી

In Vadodara, woman presses accelerator instead of brake, car bounces, jumps 5 steps...breaks glass and enters showroom
, ગુરુવાર, 19 જાન્યુઆરી 2023 (15:24 IST)
વડોદરા શહેરમાં એક મહિલાએ ભૂલથી બ્રેકના બદલે એક્સીલેટર દબાવી દેતાં ગાડી સીધી જ દુકાનમાં ઘુસી ગઈ હોવાનો બનાવ સામે આવ્યો છે. શહેરના અલકાપુરી બી.પી.સી રોડ પર ગઈ કાલે રાત્રે એક મહિલા કારચાલકે ભુલથી બ્રેક મારવાની જગ્યાએ એક્સીલરેટર દબાવી દેતાં તેની કાર ક્રોકરી શો રૂમના પગથિયા ચડી કાચ તોડી અંદર ઘુસી ગઇ હતી. શો રૂમ માલિકે આ મામલે કારચાલક સામે ગોત્રી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
webdunia

પ્રાપ્ત વિગતો પ્રમાણે શહેરના અલકાપુરી બી.પી.સી. રોડ પર ક્રિષ્ના ક્રોકરી શો રૂમ પાસે ગઈકાલે રાત્રે એક મહિલા ખરીદી કરવા માટે ગાડી લઇને આવી હતી. મહિલાએ શો રૂમ પાસેના પાર્કિંગમાં કાર રોકવા માટે ભૂલથી બ્રેકની જગ્યાએ એક્સીલેટર દબાવી દેતાં કાર ઉછળીને શો રૂમના પાંચ પગથિયા ચડી કાચ તોડી શો રૂમમાં ઘૂસી ગઇ હતી. આ બનાવને પગલે ક્રિષ્ના ક્રોકરીના માલિક અને સ્ટાફના માણસો એકદમ શું ધડાકો થયો તે જોવા માટે દોડી આવ્યા હતા. આ સમગ્ર બનાવ શો રૂમમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો. કારે ઘૂસી જતાં શો રૂમમાં લાખો રૂપિયાનું નુકસાન થયાનો અંદાજ છે. આ મામલે મહિલા કાર ચાલક સામે ગોત્રી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે.
webdunia

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

અરવલ્લીમાં આંતરજ્ઞાતિય પ્રેમલગ્નની સજા આખા સમાજને ભોગવવી પડી, ગ્રામજનોએ સમાજનો બહિષ્કાર કર્યો