Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

મોરબીમાં આંખના પલકારામાં 2.50 લાખના દાગીનાની ચોરી, મહિલાઓએ વેપારીની નજર ચૂકવીને ચોરી કરી

news of gujarat
, ગુરુવાર, 19 જાન્યુઆરી 2023 (13:27 IST)
પોલીસની ઠંડી ઉડાડવા અને દોડતી જ રાખવાનું તસ્કરોએ નક્કી કરી લીધું હોય એમ શિયાળો શરૂ થવાની સાથે જ ચોરી, લૂંટની ઘટનાઓ સામે આવી રહી છે. મોરબી શહેરની સોની બજારમાં જવેલર્સની દુકાનમાં ગ્રાહકના સ્વાંગમાં આવેલી બે મહિલાઓએ વેપારીની નજર ચૂકવી અઢી લાખની કિંમતની સોનાની 10 જોડી બૂટીની ચોરી કરી નાસી ગઈ હતી. આ મહિલાઓએ આંખના પલકારામાં જ સોનાની બૂટીઓથી ભરેલું આખું બોક્સ ઉઠાવી લીધું હતું. જે બનાવ મામલે પોલીસે ફરિયાદ નોંધી CCTVના આધારે વધુ તપાસ ચલાવી છે.મોરબીના રવાપર ઘુનડા રોડ પર શ્રીજી હાઈટ્સના બ્લોક નં.103 માં રહેતા હાર્દિક ધીરેન્દ્રભાઈ રવેશિયાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. 15ના રોજ તેઓ અને તેના કાકા અલ્કેશ રવેશિયા સોની બજારમાં આવેલી અંબાજી જવેલર્સ નામની દુકાને હતા. ત્યારે બપોરે ત્રણેક વાગ્યાની આસપાસ બે મહિલા ગ્રાહક તરીકે આવી હતી અને કાનની બૂટી લેવાનું કહેતા કાકાએ મહિલાઓને સોનાની બૂટી વારાફરતી બતાવી હતી. બૂટી જોઇને બાદમાં જતી રહી હતી. આ મહિલાઓએ દુકાનમાંથી કોઈ ખરીદી કરી ના હતી. મહિલાઓના ગયા બાદ હાર્દિક અને તેના કાકાએ જોતાં ટેબલ નજીક રાખેલો સોનાની બુટીનું બોક્ષ જોવા મળ્યું નહીં. તે બોક્સમાં 10 જોડી બૂટી હતી. જેનું વજન આશરે 44.960 ગ્રામ હતું જેની કીંમત રૂપિયા 2,50,000 ની ચોરી કરી ગઈ હતી.સોનાની બૂટીઓથી ભરેલું બોક્ષ જોવા ન મળતાં વેપારીએ દુકાનમાં લગાવેલા CCTV કેમેરાની ચકાસણી કરી હતી. જેમાં આ બે મહિલાઓ વેપારીની નજર ચૂકવીને સોનાની બૂટી ભરેલું બોક્ષ હળવેકથી તેના બેગમાં સરકાવી રહી હોય તે સાફ દેખાઈ આવ્યું હતું. ત્યારબાદ વેપારીઓએ સોની બજારમાં મહિલાઓને શોધવા માટે નીકળ્યાં હતા. પરંતુ તેઓ મળી આવી ન હતી.મોરબી સીટી એ ડીવીઝન પોલીસે બે અજાણી મહિલાઓ વિરુદ્ધ ચોરીની ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે. તેમજ દુકાનમાં લગાવેલા CCTV કેમેરાને આધારે વધુ તપાસ હાથ ધરી છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Video - વરઘોડામાં ડાંસ કરી રહેલ યુવકનુ મોત, મિત્રના લગ્નમાં હાજરી આપવા કાનપુરથી આવ્યો હતો રીવા