સુરતમાં પુત્રના લગ્નની ખરીદી કરવા ગયેલા દંપતીનું રોડ અકસ્માતમાં મોત થયું હતું. અકસ્માત એટલો દર્દનાક હતો કે ટેન્કર ચાલકે દંપતીને પોતાની ચપેટમાં આશરે 60 ફૂટ સુધી ઢસેડ્યું હતું. આ અકસ્માત બુધવારે રાત્રે 11.30 કલાકે વરિયાવ ગામ પાસે થયો હતો. ટેન્કરની ટક્કરથી બાઇક સવાર દંપતી નીચે પટકાયું હતું.
અકસ્માતને પગલે ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. બીજી તરફ લોકોમાં રોષ જોવા મળ્યો હતો. રસ્તો બંધ કરીને વિરોધ શરૂ કર્યો હતો. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, ઓલપાડ તાલુકાના જોથાણ ગામમાં આવેલા હળપતિવાસામાં રહેતા દંપતી સુરેશ કનુ રાઠોડ (50 વર્ષ) અને પત્ની ગૌરી સુરેશ રાઠોડ (45 વર્ષ) બુધવારે સવારે બાઇક પર ખરીદી કરવા નીકળ્યા હતા. પરંતુ પુત્રીના લગ્નની ખુશીઓ માતમમાં ફેરવાઇ ગઇ હતી.
મહિલાઓએ જણાવ્યું હતું કે, આજ પછી ભારે વાહનો આ સ્થળેથી પસાર થશે તો સળગાવી દેવામાં આવશે. વાહનોને અહીંથી પસાર થવા દેવામાં આવશે નહીં અને બળી ગયેલા વાહનોની જવાબદારી સરકારની રહેશે. જોકે, પોલીસ લોકોને સમજાવવામાં નિષ્ફળ જતાં માર્ગને ડાયવર્ટ કરવામાં આવ્યો હતો.
કોરીવાડ ગામની સીમમાં ટેન્કર અને બાઇક વચ્ચે થયેલા અકસ્માતમાં બાઇક સવાર દંપતીને 60 ફૂટ સુધી ખેંચી ગયો હતો. આરોપી ડ્રાઈવર સ્થળ પર પટકાયા બાદ ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો, પરંતુ લોકોએ તેને પકડી લીધો. આ પછી પોલીસ ઘટનાસ્થળે પહોંચી, તેને પોલીસને હવાલે કર્યો.
ગામના માર્ગ પર ભારે વાહનોની અવરજવર બાબતે ગ્રામજનોએ અનેકવાર વિરોધ કર્યો છે. આ અંગે તેમણે અરજીઓ પણ કરી હતી, આમ છતાં રસ્તા પર ભારે વાહનોની અવરજવર અટકી ન હતી. આવા ગંભીર અકસ્માતો અનેક વખત બન્યા છે. આજે જ્યારે અકસ્માત થયો ત્યારે લોકોએ રસ્તો બ્લોક કરી દીધો હતો. પ્રશાસનના અધિકારીઓને પણ સ્થળ પર પહોંચવું પડ્યું હતું