Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

પૃથ્વી શૉના સેલ્ફી વિવાદે સોશિયલ મીડિયા પર મચાવ્યો હંગામો, વાયરલ થયો મારામારીનો Video

prithvi shaw
, ગુરુવાર, 16 ફેબ્રુઆરી 2023 (21:42 IST)
ભારતીય ક્રિકેટર પૃથ્વી શૉ અને તેમની સાથે જોડાયેલા વિવાદો કોઈ નવી વાત નથી. ઘણીવાર આ યુવા ખેલાડીનું નામ એક યા બીજા વિવાદમાં સામે આવે છે.   લેટેસ્ટ વિવાદ સામે આવ્યો એક ફેન અને તેના મિત્રોનો જે સેલ્ફી લેવા આવ્યા હતા . પછી મામલો એ હદે વધી ગયો કે તે પછી તે યુવતીના મિત્રોએ શૉના મિત્રની કાર પર હુમલો કર્યો અને કાચ વગેરે પણ તોડી નાખ્યા. આ કેસમાં આઠ લોકો સામે એફઆઈઆર પણ નોંધવામાં આવી હતી. હવે આ ઘટનાના ફૂટેજ પણ સામે આવ્યા છે અને સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

 
વાયરલ વીડિયો બે ભાગમાં સામે આવ્યો છે. પહેલા ફૂટેજમાં યુવતી હાથમાં લાકડી લઈને પૃથ્વીના મિત્રની કાર તરફ જતી જોવા મળે છે. પૃથ્વી બૂમો પાડીને તેને રોકતો જોવા મળે છે. બીજી તરફ, બીજો વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે જેમાં યુવતી અને તેના  મિત્રના બોલવામાં સ્પષ્ટ થઈ રહ્યું છે કે તેઓ નશામાં છે. આ વીડિયોમાં સપના ગિલ નામની યુવતી અને તેની મિત્ર એવું કહેતા સાંભળવા મળે છે કે તેઓ ક્લબમાં પાર્ટી કરવા ગયા હતા. 'ત્યાં પૃથ્વી શો અને તેના મિત્રોએ તેમને માર માર્યો', આવુ તેઓ બંને કહી રહ્યા હતા. 


Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

વડોદરામાં 111 ફૂટની રાજ્યની એકમાત્ર સોનાની પ્રતિમાનું મહાશિવરાત્રિએ CM લોકાર્પણ કરશે