Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

મંદીનો માર સહન કરતી વેપારી આલમને તંત્રનાં વાંકે વધુ એક ડામ: રોષની લાગણી

મંદીનો માર સહન કરતી વેપારી આલમને તંત્રનાં વાંકે વધુ એક ડામ: રોષની લાગણી
, શુક્રવાર, 15 નવેમ્બર 2019 (15:28 IST)
રાજયના લાખો વેપારીઓ તાજેતરમાં જ જી.એસ.ટી.એ બહાર પાડેલા આઈ.ટી.સી.ના પરિપત્ર અંગે પરેશાન છે અને હજુ આ પ્રશ્ન હલ થયો નથી, ત્યાં ફરી હજારો વેપારીઓ સામે જી.એસ.ટી.નાં રીફન્ડ ચૂકવણાનો પ્રશ્ન મ્હોં ફાડીને ઉભો થતા વેપારી આલમ હેરાન-પરેશાન થઈ ગઈ છે.
જી.એસ.ટી.ની ટેકનિકલ ક્ષતિ અને સરકાર તથા બેન્ક વચ્ચેના કોમ્યુનિકેશનનાં અભાવે રાજયનાં હજારો વેપારીઓના જી.એસ.ટી. રીફન્ડનાં કરોડો રૂા. બ્લોક થઈ જવા પામ્યા છે. વેપારી આલમમાંથી ફરીયાદો ઉઠવા પામી છે કે રાજકોટ સહિત રાજયભરમાં બે ત્રણ મહિનાથી જી.એસ.ટી. રિફન્ડનાં કરોડો રૂપિયા વેપારીઓને ચૂકવાયા નથી. આથી ભારે દેકારો જાગ્યો છે. જી.એસ.ટી.ના સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ રાજયભરમાં રિફન્ડ માટે લગભગ 10 હજાર જેટલી અરજીઓ થઈ છે. આ તમામ વેપારીઓના રિફન્ડનાં કરોડો રૂા. હાલ અટવાઈ ગયા છે.
હાલ એક તરફ વ્યાપક મંદી ભરડો લઈ ગઈ છે. વેપાર-ધંધા ઠપ્પ જેવા છે. અધુરામાં પુરૂં રિટર્ન ભરવામાં કયારેક વિલંબ થતા તંત્રનાં દંડનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારેતંત્રના વાંકે જ વેપારીઓના રિફન્ડનાં કરોડો રૂપિયા અટવાઈ ગયા છે. ત્યારે વેપારીઓ એવો પ્રશ્ર્ન કરે છે કે નાનકડી ક્ષતિ કે વિલંબ બદલ ફટાફટ દંડ ફટકારતું તંત્ર, વેપારીઓના, હકકના ચૂકવણા કરવામાં ઠાગા ઠૈયા, કેમ કરે છે? સરકાર અને બેન્ક વચ્ચે કોમ્યુનિકેશનનો પ્રશ્ન છે.તો તે ઝડપથી હલ કેમ કરાતો નથી? વેપારીઓનો શું વાંક?
જી.એસ.ટી.નાં સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વધુ વિગતો મુજબ તા.27/9/2019 પછી જે વેપારી જી.એસ.ટી. રિફન્ડ મેળવવા માટે અરજી કરશે તેઓને ઓનલાઈન પી.એફ.એમ.એસ. મારફતે રિફન્ડ ચૂકવવા તેવું નકકી થયેલ છે. જેમાં રિફન્ડ મંજૂર અધિકારી સીધા જ પેમેન્ટ જનરેટ કરી પી.એફ.એમ.એસ મારફતે રિફન્ડની પ્રક્રિયા કરી શકે છે.
પરંતુ આ પ્રક્રિયામાં પી.એફ.એમ.એસ. મારફત કોઈ પેમેન્ટ થતા નથી. આમ છતા આ અંગે જી.એસ.ટી. ટેકનિકલ વિભાગ દ્વારા કોઈ કાર્યવાહી કરાતી નથી.આથી રાજકોટ સહિત રાજયના હજારો વેપારીઓના કરોડો રૂપિયાના રિફન્ડ પેમેન્ટ અટકી ગયા છે.
રાજકોટ જી.એસ.ટી. વિભાગનાં ડિવિઝન-10 અને 11ની વાત કરીએતો આ બન્ને ડિવિઝનમાં જ આશરે 200 જેટલા વેપારીઓનાં રૂા.10થી 25 કરોડનાં રિફન્ડના ચૂકવણા અટવાયા છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતમાં ઉચ્ચ શિક્ષણની 56% બેઠકો ખાલી