Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અમદાવાદમાં મધરાતે પત્નીએ ધોકા વડે પતિને ફટકાર્યો, કારણ જાણીને ચોંકી જશો

અમદાવાદમાં મધરાતે પત્નીએ ધોકા વડે પતિને ફટકાર્યો, કારણ જાણીને ચોંકી જશો
, શુક્રવાર, 15 નવેમ્બર 2019 (12:46 IST)
અમદાવાદ શહેરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જોકે અહીં એક પત્નીએ પોતાના પતિની મધરાતે ધોલાઇ કરી હતી. કારણ માત્ર એટલું હતું કે તેના પતિએ વિજળીનું બિલ ભર્યું ન હતું જેના લીધે તેના ઘરની વિજળી કાપી નાખવામાં આવી હતી. એટલું જ નહી તેની પુત્રીએ પણ તેની ધોલાઇ કરી લોહીલુહાણ કરી નાખ્યો હતો. આ ઘટના અમદાવાદના નરોડા વિસ્તારની છે. 
webdunia
નરોડા સ્થિર સજ્જન પાર્ક સોસાયટીમાં રહેતા ભૂપેંદ્વ બાબુલાલ લેહુઆ પોતાની પત્ની અને બાળકો સાથે રહે છે. તે એક કારમાં એલઇડી બલ્બ વેચીને પોતાનું ગુજરાતન ચલાવે છે. વેપારમાં થોડી મંદી ચાલી રહી હતી જેના લીધે તેમણે 4 મહિના સુધી વિજળીનું બિલ ભર્યું ન હતું અને રાખતે બુધવારે રાત્રે (13 નવેમ્બર)ના રોજ વિજકંપનીએ તેમના ઘરની વિજળી કાપી નાખી હતી. 
 
આ દરમિયાન મોડી રાત્રે અઢી વાગે પત્ની સંગીતા જ્યારે ઉઠી તો તેણે પતિને જગાડીને પૂછ્યું કે તમે લાઇટ બિલ કેમ ભર્યું નથી. પતિએ કહ્યું કે તે લાઇટ બિલ ભરવા ગયો હતો પરંતુ દિવાળીને રજા હોવાના લીધે બિલ ભરી શકાયું નથી.
 
ભૂપેંદ્વએ જણાવ્યું કે વિજળીનું બિલ ન ભરવાની વાત સાંભળીને પત્ની ભડકી ઉઠી અને ગાળો ભાંડવા લાગી. તેમણે જણાવ્યું કે સંગીતાનો ગુસ્સો એટલી હદે વધી ગયો કે ઘરમાં પડેલા સામાન વડે તેને મારવા લાગી. તેણે દસ્તા વડે ચાર-પાંચ વાર કર્યો. પોતાના બચાવ માટે ભૂપેંદ્રએ પત્નીને ધક્કો માર્યો અને તે જમીન પર પડી ગઇ. આ દરમિયાન તેમની પુત્રી ઉઠી ગઇ અને પોતાની માતાને જમીન પર પડેલી જોઇ તેના પિતાને ધોકા વડે ઝૂડવા લાગી હતી. 
webdunia
અડધી રાતે હોબાળો સાંભળીને પડોશીઓ આવી અને તેમણે ત્રણેય લોકો અલગ કર્યા હતા. પડોશીઓએ લોહી લથબથ ભૂપેંદ્વને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાવ્યો. મળતી માહિતી અનુસાર ભૂપેંદ્વના માથામાં 8 ટાંકા આવ્યા છે. બીજી તરફ બિલ ન ભરવાને લઇને થયેલો પારિવારિક ઝઘડો પોલીસ મથકે પહોંચી ગયો છે. એસીપી ઝી ડિવિઝન એએમ દેસાઇએ જણાવ્યું હતું કે ભૂપેંદ્વએ નરોડા પોલીસ મથકે પત્ની સંગીતા વિરૂદ્ધ કેસ દાખલ કરાવ્યો છે. પોલીસ કેસની તપાસ કરી રહી છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

મુખ્યમંત્રી માટે 200 કરોડનું વિમાન અને ખેડૂતોને માત્ર 700 કરોડઃ કોંગ્રેસના શૈલેષ પરમાર