Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Wednesday, 23 April 2025
webdunia

સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ફંડના 50% ઉપયોગમાં પણ સૌરાષ્ટ્રની એક પણ યુનિવર્સિટી નહી

Saurastra University
, શુક્રવાર, 15 નવેમ્બર 2019 (11:57 IST)
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં નવા ઔદ્યોગીક સહિતના સાહસિકોને ઉતેજન આપવા માટે સ્ટાર્ટઅપ ઈન્ડિયાનું આયોજન કરીને તે છેક યુનિ. કક્ષાએ વિદ્યાર્થીઓને પણ લાભ મળે તે જોવુ હતું પરંતુ ગુજરાતની યુનિવર્સિટીમાં તેમને ફાળવવામાં આવેલા સેટ ગવર્મેન્ટ, સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઈનોવેશન પોલીસીનો લાભ વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવામાં નિષ્ફળ રહ્યું છે. રાજયની જાહેર તથા ખાનગી ક્ષેત્રની કુલ 70 યુનિ. માંથી ફકત 32 યુનિ. જ પોલીસી હેઠળ ફાળવેલા ભંડોળનો લાભ લેવામાં સફલ રહી છે. રાજય સરકારે કુલ રૂા.7.33 કરોડની રકમ આ યોજના હેઠળ ફાળવેલી હતી જયાં સુધી રૂા.2.67 કરોડની રકમ જ વાપરવામાં આવી છે. હાલમાં જ આ પોલીસીના અમલની સમીક્ષા માટે રાજયની યુનિ.ના વી.સી.ની એક બેઠક મળી હતી.જેમાં આ ઘટસ્ફોટ થયો છે અને હવે સ્થિતિ એ આવી છે કે રાજય સરકાર આ ગ્રાન્ટ પરત લઈ લેશે. રાજયના કૃષિમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાના અધ્યક્ષપદ હેઠળ આ બેઠક મળી હતી. જેમાં યુનિ.ના કુલપતિઓ સાથેની ચર્ચા સમયે ઉચ્ચ અને ટેકનીકલ શિક્ષણના કમીશન અંજુ શર્માએ યુનિ.ને તાકીદ કરી કે જે ગ્રાન્ટ વણવપરાયેલી છે તે પરત લઈ લેવાશે તેથી સારુ એ રહેશે કે જેઓને જરૂર છે તેઓને માટે યુનિ. ઉપયોગ કરે જેમાં ચરોતર યુનિ. અને અમદાવાદ યુનિ.એ 100%નો ઉપયોગ કર્યો છે. ભાવનગરની મહારાજા ક્રિષ્નકુમારસિંહજી યુનિ.એ રૂા.5 લાખમાંથી એક પણ રૂપિયો વાપર્યો નથી. કચ્છની શ્યામજી કૃષ્ણ વર્મા યુનિ.ને રૂા.20 લાખ અપાયા તેમાં ફકત રૂા.45728 જ વપરાતા હતા. 50% કે તેથી વધુનો ઉપયોગ કરનાર યુનિ.માં સૌરાષ્ટ્ર યુનિ.નું નામ નથી અને સૌરાષ્ટ્રની એકપણ યુનિ. તેમાં સામેલ નથી. ગણપતિ યુનિએ 99.79% રકમ વાપરી છે. જયારે ગુજરાત ફોરેન્સીક યુનિ.એ 49.86% રકમ વાપરી છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

વારસાની ઉજવણીનાં 10 વર્ષ, 'વોટર ફેસ્ટીવલ'માં રેલાશે સંગીતના સૂર