Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાતમાં ઉચ્ચ શિક્ષણની 56% બેઠકો ખાલી

ગુજરાતમાં ઉચ્ચ શિક્ષણની 56% બેઠકો ખાલી
, શુક્રવાર, 15 નવેમ્બર 2019 (15:04 IST)
ગુજરાતમાં વર્ષો પુર્વે પ્રોફેશનલ શિક્ષણના નામે ‘ક્રાંતિ’ સર્જવા શિક્ષણના હાટડાની જેમ વિવિધ ટેકનીકલ પ્રોફેશ્નલ કોલેજોને મંજુરી આપવામાં આવી હતી પણ હવે આજે સ્થિતિ એવી છે કે રાજયની પ્રોફેશનલ કોલેજોની 56% બેઠકો ખાલી રહી છે.
2019-20માં રાજય સરકારે કુલ 240006 ટેકનીકલ કોર્સ- બેઠકોની મંજુરી આપવામાં આવી હતી. જેમાં હાલ 175172 બેઠકો ખાલી છે. હાલમાંજ ગુજરાત યુનિ. ખાતે પ્રોફેશનલ યુનિ.ના વાઈસ ચાન્સેલરની બેઠકમાં આ ઘટસ્ફોટ થયો છે. રાજયના શિક્ષણમંત્રી ખુદ આ બેઠકમાં હાજર હતા તો હવે આગામી વર્ષે આ બેઠકો કેમ ભરી શકાય તે માટે વિચારણા થઈ હતી. રાજયમાં વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યા પણ ઘટી છે.
સરકારના ડેટા મુજબ કુલ 314 ડિગ્રી કોર્ષ, 257 પોસ્ટ ગ્રેજયુએટ કોર્ષ અને નવ પીજી ડિપ્લોમા કોર્ષની બેઠકોમાં કુલ 2.13 લાખ વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધો પણ તેમાં ફકત 576 વિદેશી વિદ્યાર્થી હતા. ચરોતર યુનિ.ના  પંકજ જોષીએ બહું સ્પષ્ટ શબ્દોમાં કહ્યુ કે સરકાર જયાં સુધી ગુણવતાયુક્ત શિક્ષણની ચિંતા નહી કરે ત્યાં સુધી બેઠકો તો ખાલી રહેશે જ ઉપરાંત વિદેશી વિદ્યાર્થીઓ પણ નહી આવે. સરકારે ખાલી બેઠકો કરતા શિક્ષણની ચિંતા કરવા જેવી છે.
સરકાર જોકે તેના પર ચિંતા કર્યા વગર આગળ વધી રહી છે અને ગુજરાત યુનિ.ના શિક્ષણ અંગે દેશમાં 10 શહેરોમાં અને આંતરરાષ્ટ્રીય સ્તરે 12 દેશમાં રોડ-શો યોજશે. ગુજરાતની સ્કુલને આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ બનાવશે. ઉપરાંત ગુજરાતની યુનિ.ઓને નેશનલ એસેસમેન્ટ એન્ડ એકેડીએશન કાઉન્સીલ (નેક)માં યોગ્ય ગ્રેડ મળે તેની પણ ચિંતા કરશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ભાજપના પૂર્વ સાંસદ સામે દોઢ કરોડની ઉચાપતની ફરિયાદ