Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

બે વર્ષમાં 68 કરોડ રૂપિયાનું અફિણ, ગાંજો,ચરસ,હેરોઈન,મેફેડ્રોન ડ્રગ્સ પકડાયું,

બે વર્ષમાં 68 કરોડ રૂપિયાનું અફિણ, ગાંજો,ચરસ,હેરોઈન,મેફેડ્રોન ડ્રગ્સ પકડાયું,
, બુધવાર, 3 માર્ચ 2021 (14:15 IST)
છેલ્લા 2 વર્ષમાં 217 કરોડ 89 લાખ 43 હજાર 580 રૂપિયાનો દેશી અને વિદેશી દારુ પકડાયો
ડ્રગ્સની હેરાફેરી કરનાર 4545 આરોપીઓની હજુ સુધી ધરપકડ થઈ નથી
 
ગુજરાતમાં દારુ, અફિણ, ગાંજો અને ચરસ જેવા નશીલા દ્વવ્યોનું વેચાણ વધી રહ્યું હોવાનો વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દિન શેખે પશ્ન ઉઠાવ્યો હતો. જેના જવાબમાં રાજ્ય સરકારે લેખિતમાં જણાવ્યું હતું કે છેલ્લા બે વર્ષમાં 68.60 કરોડ રૂપિયાની કિંમતના અફિણ, ગાંજો,ચરસ, હેરોઈન, મેફેડ્રોન ડ્રગ્સ અને અન્ય માદક પદાર્થ પકડાયાં છે. આ ગુનામાં 4545 લોકોની હજી ધરપકડ કરવાની બાકી હોવાનું રાજ્ય સરકારે કબૂલ્યું હતું. છેલ્લા 2 વર્ષમાં 217 કરોડ 89 લાખ 43 હજાર 580 રૂપિયાનો દેશી અને વિદેશી દારુ પકડાયો છે. 2019 કરતાં 2020માં વધુ દારુ રાજ્યમાંથી પકડાયો છે. જેમાં 67 દિવસના લોકડાઉનમાં 2019 કરતાં વધુ દારુ ગુજરાતમાંથી પકડાયો હોવાનું સરકારે કબૂલ્યું છે. 
રાજ્યનું યુવાધન નશીલા દ્વવ્યોના રવાડે ચડ્યું
ગ્યાસુદ્દિન શેખે અમદાવાદ શહેર અને જિલ્લા સહિત કચ્છ જિલ્લામાંથી પકડાયેલ નશીલા પદાર્થોના જથ્થાનો સવાલ કર્યો હતો. જેના જવાબમાં સરકારે લેખિતમાં કહ્યું હતું કે છેલ્લા બે વર્ષમાં અમદાવાદ શહેર તથા જિલ્લા અને કચ્છ જિલ્લામાંથી 27 કરોડ 26 લાખ 17 હજાર 660નો 2630 કિલોગ્રામ, 597 ગ્રામ અને 32092 બોટલ સહિતના નશીલા દ્વવ્યોનો જથ્થો પકડાયો છે. આ દરમિયાન ગ્યાસુદ્દિન શેખે આક્ષેપ કરતાં કહ્યું હતું કે રાજ્યના ફક્ત બે જ જિલ્લામાંથી નશીલા દ્વવ્યોની આટલી મોટી માત્રામાં જથ્થો પકડાયો છે તે જ બતાવે છે કે રાજ્યનું યુવાધન નશીલા દ્વવ્યોના રવાડે ચઢી ગયું છે. તેમણે રાજ્યના યુવાધનને નશીલા દ્વવ્યોના ચુંગાલમાંથી છોડાવવા અને આવા માદક પદાર્થોને રાજ્યમાં આવતું અટકાવવા કડક નાકાબંધી અને ચેકિંગ કરવા તેમણે રાજ્ય સરકારને અપિલ કરી હતી. 
રાજ્યમાં વધતો વ્યાજખોરોના ત્રાસ
રાજ્યમાં વ્યાજખોરોનો આતંક પણ વધી ગયો છે. જેમાં છેલ્લા 2 વર્ષમાં અમદાવાદ શહેર અને જિલ્લામાં વ્યાજખોરોના ત્રાસ અંગેનો પ્રશ્ન પણ ગ્યાસુદ્દિન શેખે ઉઠાવ્યો હતો. જેમાં સરકારે લેખિતમાં જણાવ્યું હતું કે અમદાવાદ શહેર અને જિલ્લામાં વ્યાજખોરોના ત્રાસથી આપઘાત કર્યાના 8 બનાવો અને આપઘાતના પ્રયાસના 12 બનાવો બન્યાં છે. તાજેતરમાં જ ઠક્કરબાપાનગરમાં રહેતા મજુરી કામ કરતા રહિશે વ્યાજખોરોના ત્રાસથી આપઘાત કરી લીધો હતો.
અમદાવાદમાં વધી રહેલી ગુનાખોરી
અમદાવાદ શહેરના દરિયાપુરના ધારાસભ્ય ગ્યાસુદ્દિન શેખે અમદાવાદ શહેર અને જિલ્લામાં લૂંટ, ખૂન,ધાડ,ચોરી, બળાત્કાર,અપહરણ,ઘરફોડ,ચોરી,રાયોટિંગ વગેરે જેવી ગુનાખોરી અંગેનો સવાલ પણ ઉઠાવ્યો હતો. જેમાં તેમના સવાલનો સરકારે લેખિતમાં જવાબ આપતાં સરકારે જણાવ્યું હતું કે અમદાવાદ શહેર અને ગ્રામ્યમાં છેલ્લા બે વર્ષમાં 17885 બનાવો બનવા પામેલ છે. તે પૈકી 3678 ગુનાઓનો ભેદ ઉકેલવાનો બાકી છે. જેમાં 125 ઈસમોની ધરપકડ કરવાની પણ બાકી છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

12 મા માળે છોકરી મોબાઇલ રમતી હતી, જાણો પછી શું થયું