Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાતમાંથી છેલ્લા દોઢ મહિનામાં નાસતા ફરતા 2 હજારથી વધુ આરોપીઓ પકડાયા

ગુજરાતમાંથી છેલ્લા દોઢ મહિનામાં નાસતા ફરતા 2 હજારથી વધુ આરોપીઓ પકડાયા
, બુધવાર, 3 માર્ચ 2021 (10:45 IST)
20 વર્ષથી પોલીસ પકડથી દુર રહેલા 50 વોન્ટેડ આરોપીઓ પણ પકડાયા
ગુજરાતમાં ગુનાઓનું પ્રમાણ વધી રહ્યું છે. રાજ્યમાં છેલ્લા બે દાયકામાં વોન્ટેડ આરોપીઓની યાદી ઘણી લાંબી થઈ જતાં રાજ્યના પોલીસ વડાએ તેમને ઝડપી પાડવા માટે આદેશ 
કરતાં છેલ્લા દોઢ મહિનામાં 4300 વોન્ટેડમાંથી 2099 જેટલા રીઢા આરોપીઓ ઝડપી પાડવામાં આવ્યાં છે. છેલ્લા 20 વર્ષથી પોલીસને ચકમો આપતાં 50 આરોપીઓ ઉપરાંત એક 
દાયકાથી નાસતા ફરતા 193 આરોપીઓને પોલીસે ઝડપી લીધા છે. 
ગુજરાત પોલીસના ચોપડે કુલ 4300 આરોપીઓ વોન્ટેડ હતાં
ગુજરાત પોલીસના ચોપડે કુલ 4300 આરોપીઓ વોન્ટેડ હતાં. તેમને ઝડપી પાડવા માટે એક ખાસ ડ્રાઈવ યોજવામાં આવી હતી. રાજ્યમાં નાસતા ફરતા આરોપીઓની સંખ્યામાં 
ઘટાડો કરવા CID ક્રાઈમ અને રેલવેઝના પોલીસ મહા નિર્દેશક ટી.એસ.બિસ્ટે એક ખાસ ડ્રાઈવ યોજી હતી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને અનુલક્ષીને તેમજ રાજ્યના નાસતા ફરતા 
આરોપીઓને પકડવાની ઝૂંબેશ 10 જાન્યુઆરીથી 28 ફેબ્રુઆરી સુધી યોજવામાં આવી હતી. આ ડ્રાઈવ દરમિયાન કુલ 2099 આરોપીઓને ઝડપી લેવામાં આવ્યાં છે.
સુરતમાં 30 વર્ષથી ભાગતો ફરતો આરોપી ઝડપાયો
આ ઝૂંબેશ દરમિયાન પાંચ વર્ષ અને તેથી વધુ સમયથી નાસતા ફરતા આરોપીઓની સંખ્યા 282 છે. 10 વર્ષથી વધુ સમયથી નાસતા ફરતા 193 આરોપીઓ પકડાયા છે. બે 
દાયકાથી વધુ સમયથી નાસતા ફરતા 45 તેમજ 30 વર્ષથી પોલીસને ચકમો આપી રહેલા પાંચ આરોપીઓને પકડી પાડવામાં આવ્યાં છે. ખેડા જિલ્લામાં 35 વર્ષથી નાસતા ફરતા 
કાન્તીભાઈ વાઘેલા નામનો આરોપી પોલીસની પકડમા આવી ગયો છે. બનાસકાંઠા જિલ્લામાં 29 વર્ષથી ભાગેડુ કમજીભાઈ, સુરતમાં 30 વર્ષથી ભાગતો ફરતો સરદારસિંહ સહિતના 
આરોપીઓને પકડી લેવામાં આવ્યાં છે.
451 આરોપીઓ વિરૂદ્ધ વોરંટ જારી કરવામાં આવ્યાં છે
આ ખાસ અભિયાન હેઠળ 451 આરોપીઓ વિરૂદ્ધ વોરંટ જારી કરવામાં આવ્યાં છે. 177 આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. રાજ્યમાં કુલ 4300માંથી 2099 આરોપીઓ 
પકડાયા છે. જેમાં સૌથી વધુ બનાસકાંઠા પોલીસે, અમદાવાદ શહેર પોલીસે 221 તેમજ સુરત શહેર પોલીસે 194 આરોપીઓને ઝડપી લીધા છે. રાજ્યના પોલીસ સ્ટેશનોમાં જિલ્લા 
અને શહેરદીઠ વોન્ટેડ આરોપીઓની યાદી તૈયાર કરાવી રાજ્યના પોલીસ વડા આશિષ ભાટીયાએ દોઢ મહિનાની ડ્રાઈવ યોજી હતી. આ ડ્રાઈવમાં વર્ષો જુના ભાગેડુ આરોપીઓને 
ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી છે. તે ઉપરાંત બીજા રાજ્યમાં હોય તથા તેમના નામ સરનામા અધુરા હોય તેવા આરોપીઓને શોધવા પણ પોલીસ કાર્યરત બની છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

આજે રાષ્ટ્રપતિ કોવિન્દ લેશે કોરોના વાયરસની વેક્સિનનો પ્રથમ ડોઝ