Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

આ વખતે ત્રિકોણિય જંગ: મતદારોને આકર્ષવા ભાજપ પોતાના વખાણ કરી રહી છે તો આપ વિરૂદ્ધ નિવેદનબાજી અને કોંગ્રેસ વિરૂદ્ધ રણનીતિ વધી

આ વખતે ત્રિકોણિય જંગ: મતદારોને આકર્ષવા ભાજપ પોતાના વખાણ કરી રહી છે તો આપ વિરૂદ્ધ નિવેદનબાજી અને કોંગ્રેસ વિરૂદ્ધ રણનીતિ વધી
, બુધવાર, 11 ઑગસ્ટ 2021 (13:39 IST)
ગુજરાત વિધાનસભાની ચૂંટણી આગામી વર્ષે યોજાશે. તેને લઇને હવે રાજકીય માહોલ શરૂ થઇ ગયો છે. હવે ખૂબ ઓછો સમય બચ્યો છે. એટલા માટે રાજકીય પાર્ટીઓ સક્રિય થઇ ગઇ છે. આ વખતે આમ આદમી પાર્ટી આવતાં ત્રિકોણિય જંગની આશા છે. તેને જોતાં પાર્ટીઓ એકબીજા પર આરોપ પ્રત્યારોપ લગાવી રહી છે. ભાજપ પોતાની સરકારના વિકાસ કાર્યોના વિકાસ કરી રહી છે તો આપ વિરૂદ્ધ તેની નિવેદનબાજી કરી રહી છે. 
 
આ પ્રકારે કોંગ્રેસ વિરોધી રણનીતિ ચાલી રહી છે. મનપાની 27 સીટો જીતનાર આપની સક્રિયાથી 16 વિધાનસભા સીટોવાળી સુરત અત્યાર મહત્વપૂર્ણ રાજકીય કેંદ્ર બની ગયું છે. આપના પ્રદેશ અધ્યક્ષ પણ સુરતથી છે. એટલા માટે તે ત્યાં વધુ સક્રિય છે. 
 
વિજય રૂપાણી સરકારના પાંચમા વર્ષમાં પ્રવેશ કરવાને લઇને ભાજપ ગત 15 દિવસથી જનતા સમક્ષ ઉપલબ્ધિઓ ગણાવી રહી છે. તેને લઇને રાજ્ય સ્તર પર 9 દિવસીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ભાજપે રોજગાર દિવસ અંતગર્ત સુરતના સરસાણા કન્વેંશન સેંટરમાં જોબ ફેરનું આયોજન કર્યું. તે રાજ્યસ્તરીય કાર્યક્રમ હતો. તેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ 500થી વધુ નિમણૂક પત્ર આપ્યા. સોમવરે 9 દિવસીય કાર્યક્રમનો અંતિમ દિવસ હતો. ભાજપની રણનીતિ જનતા સામે પોતાના કામના વખાણ કરવાની છે. 
 
આમ આદમી પાર્ટીએ ભાજપન સરકારના કામોને જનતા સામે ખોટા સાબિત કરવાની રણનીતિ બનાવી છે. ભાજપ જે દિવસ કામનો ઉલ્લેખ કરે છે તે દિવસએ આમ આદમી પાર્ટી પત્રકાર પરિષદ યોજી તે કામોને ખોટા ગણાવે છે. ખોટા સાબિત કરવા માટે તે આંકડા પણ રજૂ કરે છે. થોડા દિવસો પહેલાં મહેશ સવાણીએ કહ્યું હતું કે ગુજરાત 3.10 લાખ કરોડના દેવામાં ડૂબેલું છે અને ભાજપ સરકાર જશ્ન ઉજવી રહી છે. આપના પ્રવક્તા યોગેશ જેડવાનીએ જણાવ્યું કે પ્રદેશની જનતા ભાજપ સરકારથી નાખુશ છે. અમે ભાજપ સરકારના દાવાને બેનકાબ કરવાના ફેક્ટ એકઠ્ઠા કરી રહ્યા છે.  
 
ભાજપ સરકારે જ્યારથી પોતાના કામના વખાણ કરવાનું શરૂ કર્યું છે, ત્યારથી કોંગ્રેસ વિરૂદ્ધ પ્રદર્શન કરી રહી છે. સોમવારથી પણ પાર્ટીએ પદપાત્રા નિકળી અને કલેક્ટ્રેટ પર પ્રદર્શન કર્યું. પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા કિરણ રાયકાએ કહ્યું કે આપ વોટ કાપનાર પાર્ટીના રૂપમાં સક્રિય છે. તે પેટ્રોલ ડીઝલના ભાવ અને જાસૂસીના મુદ્દે બોલતી નથી. તેને લઇને કોંગ્રેસએ ભાજપના નવદિવસના વખાણ પ્રોગ્રામના સમનાંતર વિરોધ કાર્યક્રમ ચલાવ્યો. અમે વિરોધ કર્યો. આગામી દિવસોમાં અમે લોકો સાથે સીધો સંવાદ કરી ભાજપની દરેક નીતિનું સત્ય જનતાને જણાવીશું.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ટૂંક સમયમાં જ શરૂ થશે ઘોરણ 6 થી 8ના ઓફલાઈન ક્લાસ