Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

નરેન્દ્ર મોદીએ કર્યા શરદ પવારની પાર્ટીના વખાણ

નરેન્દ્ર મોદીએ કર્યા શરદ પવારની પાર્ટીના વખાણ
, મંગળવાર, 19 નવેમ્બર 2019 (10:03 IST)
મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેનાનું ગઠબંધન તૂટ્યું છે અને સરકાર બનાવવાનું કોકડું ગુંચવાયેલું છે ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શરદ પવારની નેશનાલિસ્ટ કૉંગ્રેસ પાર્ટીના અને બીજુ જનતા દળના વખાણ કર્યા છે.
તેમણે રાજ્યસભાના 250માં સત્રમાં ભારતીય રાજનીતિમાં રાજ્યસભાની ભૂમિકા પર વાત કરી હતી.
સંસદમાં વિરોધ દર્શાવવા માટે સ્પીકર સામે આસન સુધી ધસી આવી નારેબાજી કરવાના ચલણનો ઉલ્લેખ કરતા નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભાજપ સહિત તમામ રાજકીય પક્ષોએ બીજેડી અને એનસીપી પાસેથી આ અંગે શીખવાની જરૂર છે.
એમણે કહ્યું કે આ બે પક્ષોના સભ્યો આસન સુધી ધસી નથી આવતા. તેઓ નિયમનું પાલન કરે છે તે છતાં તેમનો રાજકીય વિકાસ અટક્યો નથી.
નરેન્દ્ર મોદીએ એ પણ એકરાર કર્યો કે ભાજપ જ્યારે વિરોધ પક્ષ હતો ત્યારે તેમની પાર્ટીના સભ્યો પણ એવું કરતા હતા અને તેમની પાર્ટી તથા અન્ય પક્ષોએ NCP- BJD પાસેથી શીખવું જોઈએ.
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

World Toilet Day- આ દેશમાં શૌચાલય ફ્લશિંગ નહીં કરવું અપરાધ છે, 20% લોકો હાથ ધોતા નથી, જાણો રસપ્રદ તથ્યો