Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ભાજપમાં ભભૂકતો ભારે જૂથવાદઃ- સંગઠનમાં મામકાઓને પદ, સંનિષ્ઠ કાર્યકરોની બાદબાદી

ભાજપમાં ભભૂકતો ભારે જૂથવાદઃ- સંગઠનમાં મામકાઓને પદ, સંનિષ્ઠ કાર્યકરોની બાદબાદી
, સોમવાર, 18 નવેમ્બર 2019 (14:57 IST)
ભાજપનુ સંગઠન પર્વ ચાલી રહ્યુ છે અને શહેરથી માંડીને જિલ્લા-તાલુકા કક્ષાએ સંગઠનની રચના થઇ રહી છે ત્યારે સંગઠનમાં હોદ્દા મેળવવા ભારે ખેંચતાણ જામી છે જેના કારણે જૂથવાદ જામ્યો છે. મળતિયાઓને સંગઠનમાં સ્થાન આપવા મથામણ  થઇ રહી છે.  આ જોતાં હોદ્દા આપવામાં ય અંદરોઅંદર એટલી માથાકૂટ થઇ છે કે,સર્વસંમતિ સધાઇ શકી નથી. તેમાં ય અમદાવાદ ભાજપ જિલ્લાની નિમણૂંકો અટવાઇ પડી છે. આ ઉપરાંત શહેરના સંગઠનમાં એવી ખેંચતાણ જામી છેકે, શહેરના ૨૨ વોર્ડમાં પ્રમુખ સહિતના હોદ્દેદારો નક્કી થઇ શક્યાં નથી.  નવેમ્બરના અંત સુધીમાં ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખનુ નામ જાહેર થઇ શકે છે.ભાજપના પ્રદેશના માળખાની ય રચનાને આખરી ઓપ આપવામાં આવશે. અત્યારે સંગઠન પર્વ દરમિયાન શહેર,જિલ્લામાં પ્રમુખથી માંડીને અન્ય હોદ્દેદારોની નિમણુંકોની ટાઇમટેબલ ગૂંચવાયુ છે. 
અમદાવાદ શહેર ભાજપના માળખાને ય ઓપ આપવામાં આવી રહ્યો છે. આજે અમદાવાદ શહેરના ૨૪ વોર્ડના પ્રમુખ,મહામંત્રીની નિમણૂંકો કરવામાં આવી છે.  શાહીબાગ વોર્ડમાં પ્રમુખ-મહામંત્રીના નામ સામે કાર્યકરો નાખુશ છે. અમરાઇવાડીમાં નોન ગુજરાતીઓ વધુ છે ત્યારે પૂર્વ કોર્પોરેટરની પસંદગી થઇ છે જેથી આંતરિક વિવાદ ગરમાયો છે. ઇન્દ્રપુરી વોર્ડમાં પટેલ મતદારોનુ પ્રભુત્વ છે તેમ છતાંય ગાંડાભાઇ દેસાઇને વોર્ડ પ્રમુખ બનાવાયા છે .અસારવામાં નિમણૂંકો સામે નારાજગી છે. 
ભાજપે એવી જાહેરાત કરી હતીકે, ૧૫મી નવેમ્બર સુધીમાં અમદાવાદ શહેરના માળખાને ઓપ આપી દેવાશે. જોકે,ઘણાં વોર્ડમાં પ્રમુખ,મહામંત્રીપદ માટે સર્વસંમતિ સધાઇ શકી નથી. પોતાના માણસને સંગઠનમાં હોદ્દો અપાવવા માટે ખેંચતાણ શરૂ થઇ છે.શહેરના માળખામાં પાયાના સંનિષ્ઠ કાર્યકરોને બદલે માનિતાને હોદ્દા આપવાની વાતને પગલે આખીય પ્રક્રિયા ખોરંભે ચડી છે. જૂથવાદને પગલે જિલ્લાની નિમણૂંકો પણ ટલ્લે ચડી છે.અમદાવાદ શહેર ભાજપ પ્રમુખ જગદીશ પંચાલની ય વિદાય નક્કી જ છે. તેમની કાર્યશૈલીથી ય ભાજપ હાઇકમાન્ડ ખુશ નથી. આ જોતાં અમદાવાદ શહેરના માળખામાં ધરમૂળમાં બદલાવ થાય તેમ છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

નિત્યાનંદ આશ્રમ : ગુમ થયેલી યુવતીએ વીડિયો સંદેશમાં કહ્યું મારા માતાપિતાના આક્ષેપો ખોટા