ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ગઈ કાલે બિનસચિવાલય ક્લાર્કનીની પરીક્ષા શરૂ થાય તે પહેલા સુરેન્દ્રનગરમાંથી મોટો સમાચાર મળી આવ્યા હતા. સુરેન્દ્રનગરમાં બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષામાં હોબાળો થયો હોવાના સમાચાર મળ્યા હતા. આ સમાચાર મળતા સુરેન્દ્ગનગરની M.P. શાહ કોમર્સ કોલેજ ખાતે ઉમેદવારોએ મોટો હોબાળો મચાવ્યો હતો. વિદ્યાર્થીઓએ પેપરના સીલ તુટેલા હોવાનો આરોપ લગાવ્યો છે. ઉમેદવારોનો આરોપ છે કે ગેરરીતિ કરવાના આશયથી સીલ તોડવામાં આવ્યા છે. હોબાળાના પગલે સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઇ છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આજે બિનસચિવાલય ક્લાર્કનીની પરીક્ષા 3700 જગ્યા માટે યોજાનારી આ પરીક્ષા માટે 11 લાખ ઉમેદવારોએ આવેદન કર્યું છે. રાજ્યના દરેક જિલ્લામાં હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ સરકારી નોકરી મેળવવા માટે આ પરીક્ષા આપી રહ્યા છે. સુરતમાં બિનસચિવલય કલાર્કની પરીક્ષામાં 54 હજાર વિદ્યાર્થીઓ બેસશે. આ વિદ્યાર્થીઓ 153 બિલ્ડીંગમાં 1801 ક્લાસરૂમમાં પરીક્ષા આપશે.સુરતમાં 4 ઝોન માં પરીક્ષાનું આયોજન કરાયું છે. શહેરની અઠવાલાઇન્સ ઝોન માં 39 બિલ્ડિંગમાં 14250 ઉમેદવારો, અડાજણ ઝોનમાં 38 બિલ્ડીંગ માં 13350 ઉમેદવારો, કતારગામ અમરોલી ઝોન માં 40 બિલ્ડીંગ માં 12900 વિદ્યાર્થીઓ, કતારગામ વેદરોડ ઝોન માં 36 બિલ્ડીંગ માં 13505 ઉમેદવારો માટે વ્યવસ્થા કરાઈ છે. તમામ બિલ્ડીંગ અને કલાસરૂમમાં cctv ની વ્યવસ્થા કરાઈ છે. બિન સચિવાલય ક્લાર્ક પરીક્ષા રાજકોટમાં 53 હજાર પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે. રાજકોટમાં 177 બિલ્ડિંગમાં લેવાશે પરીક્ષા. તમામ બિલ્ડિંગમાં સી.સી.ટી.વી કેમેરા મૂકાયાં છે. કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને એ માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત કરવામાં આવ્યો છે. અગાઉ ફાળવેલા 3 કેન્દ્ર અન્ય જગ્યાએ ટ્રાન્સફર કરાતા શિક્ષણ વિભાગ દ્વારા વ્યવસ્થા કરાઈ છે.