Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

વિધાનસભા પેટાચૂંટણીને લઇને ભાજપ-કોંગ્રેસે જીતનો વ્યક્ત કર્યો વિશ્વાસ

વિધાનસભા પેટાચૂંટણીને લઇને ભાજપ-કોંગ્રેસે જીતનો વ્યક્ત કર્યો વિશ્વાસ
, સોમવાર, 21 ઑક્ટોબર 2019 (11:22 IST)
લુણાવડા બેઠકની પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવાર જીજ્ઞેશ સેવકે ગાંગટામાં મતદાન કર્યું છે. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ ચૌહાણે પણ મતદાન કર્યું છે. આ દરમિયાન જીજ્ઞેશ સેવકે પ્રતિક્રિયા આપી છે કે, દરેક ગામમાંથી લોકોનો આવકાર મળ્યો. જ્યારે કોંગ્રેસ ઉમેદવાર ગુલાબસિંહ ચૌહાણે કહ્યું કે આ બેઠક પર કોંગ્રેસ જીતતી આવી છે, આ ચૂંટણીમાં પણ કોંગ્રેસની જીત નિશ્ચિત છે.સાંસદ પરબત પટેલે મતદાન કર્યા બાદ કોંગ્રેસ પર આક્ષેપ કર્યાં હતા. પરબત પટેલે કહ્યું કે શિવનગરના લોકોમાં કોંગ્રેસે ભયનો માહોલ ઉભો કર્યો છે. કોંગ્રેસે અસામાજીક તત્વોને ઉતાર્યાં છે. ભાજપના નેતા શંકર ચૌધરીએ રાધનપુરમાં મતદાન કર્યું.  શંકર ચૌધરીએ વડનગર ગામમાં મતદાન કર્યું.  આ દરમિયાન તેમણે પ્રતિક્રિયા આપી હતી કે, રાધનપુરમાં વિકાસનો વિજય થશે. નર્મદાના પાણી મુદ્દે ચૂંટણી યોજાઈ રહી છે.અમરાઈવાડી બેઠક પરથી ભાજપના ઉમેદવાર જગદીશ પટેલે કહ્યું કે, આ બેઠક પર ભાજપની જીત નિશ્ચિત છે. હું સ્થાનિક પ્રશ્નો મુદે કામ કરીશ. અમરાઈવાડીમાં વરસાદી પાણીની પ્રશ્નો મહત્વનો મુદો છે. હું આ મુદે કામ કરીશ.રાધનપુર વિધાનસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર રઘુભાઇ દેસાઇએ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો. આ સાથે જ તેઓએ અલ્પેશ ઠાકોર પર પ્રહાર કરતા કહ્યું કે રાધનપુરના મતદાતાઓ કોંગ્રેસને જીતાડશે. પક્ષપલટે કરનારને મતદાતાઓ નથી સ્વીકારતા. રાધનપુરે અગાઉ 2 પક્ષપલટુને સબક શીખવાડ્યો છે.થરાદ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપુતે મતદાન કર્યું છે. વજેગઢ ગામમાં ગુલાબસિંહ રાજપૂતે મતદાન કર્યુ. આ દરમિયાન તેમણે પ્રતિક્રિયા આપી છે કે, આ ચૂંટણીમાં કોંગ્રેસની જીત નિશ્ચિત છે. થરાદને જિલ્લા બનાવવા માટે આવાજ ઉઠાવ્યો છે. આ સાથે જ તેમણે આ ચૂંટણીમાં જીત મેળવીને વિકાસના કામ કરવા માટે પણ જણાવ્યું છે.બાયડ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર જશુભાઈ પટેલે મતદાન કર્યું છે. જશુભાઈ પટેલે હેલોદરા મતદાન મથક પર મતદાન કર્યું. મતદાન બાદ તેમણે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

પેટાચૂંટણી/ રાધનપુર વિધાનસભા બેઠકના મતદાન કેન્દ્ર પર EVM ખોટકાયું