પાકિસ્તાની યુવતિ સાથે પ્રેમ થતા યુવક પગપાળા પાકિસ્તાન ઉપડયો!
, શુક્રવાર, 17 જુલાઈ 2020 (18:04 IST)
કચ્છના મોટા રણ ખડીરાથી એક યુવાન પાકિસ્તાન ગયો હોવાની ફિલ્મી સ્ટોરી જેવી વાત બહાર આવતા આ બાબતે સુરક્ષા એજન્સીઓને દોડતી કરી દીધી છે. આ અંગે પૂર્વ કચ્છ પોલીસે તપાસનો ધમાધમાટ શરૂ કર્યો હોવાનું જાણવા મળે છે. સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ પાકિસ્તાની યુવતી સાથે સોશિયલ મીડિયાના માધ્યમાથી પ્રેમ થતા ખડીર વિસ્તારમાંથી એક યુવાન પાકિસ્તાન જવા નીકળ્યો હોવાની ગામમાં ચર્ચા વહેતી થઈ હતી. આ યુવાન બાઈકાથી રણ માર્ગે નીકળ્યો હતો. જ્યાં બાઈક ફસાઈ જતાં પગપાળા નીકળ્યો હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે. આ યુવાન મહારાષ્ટ્રનો હોવાનું કહેવાઈ રહ્યું છે. પૂર્વ કચ્છના પોલીસ વડા પરીક્ષીતા રાઠોડનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે, આ વાત તેમના ધ્યાને આવી છે જેને લઈને પોલીસની જુદી જુદી ટીમો દ્વારા રણ વિસ્તારમાં હાલ તપાસ ચાલી રહી છે, હજુ સુાધી કોઈ મહત્વની કડી મળવા પામી નાથી. હાલમાં આ બનાવને લઈને ચર્ચા ચગડોળે ચડી જવા પામી છે. દરમિયાનમાં મોડી સાંજે મળતા અહેવાલો અનુસાર BSF દ્વારા આ શખ્સને રણ વિસ્તારમાંથી ઝડપી લેવામાં આવ્યો છે. તેમજ તેની પુછપરછ હાથ ધરીને તેની સામે કાર્યવાહી હાથ ધરાઈ છે. ઝડપાયેલો યુવક મૂળ મહારાષ્ટ્રનો રહેવાસી છે. યુવકનુ નામ સિદ્દીકી મોહમ્મદ ઝીશાનુદ્દિન મોહમ્મદ સલિમુદ્દીન છે. ઝીશાન એન્જિનિયરીંગનો છાત્ર છે. પોલીસે ઝીશાનના મોબાઈલની કૉલ ડીટેઈલ અને લોકેશન ટ્રેસ કર્યાં તો ચોંકી ઉઠી. કારણ કે, તેના ફોનમાં અવારનવાર કલાકો સુધી ઈનકમીંગ-આઉટકમીંગમાં પાકિસ્તાની નંબર પર વાતચીત થતી હતી. પોલીસે ઝીણવટભરી તપાસ કરી તેના સોશિયલ મિડિયા એકાઉન્ટ્સ ચેક કર્યાં તો એક પાકિસ્તાની યુવતી સાથેની ચેટની વિગતો સાંપડી હતી. ટેકનિકલ સર્વેલન્સના આધારે બહાર આવ્યું કે ઝીશાન હાલ કચ્છની બોર્ડર આસપાસ છે. મહારાષ્ટ્ર પોલીસે તુરંત કચ્છ પોલીસનો સંપર્ક કરી બધી વિગતો જણાવી ગમે તે રીતે યુવકને ઝડપી પાડવા જણાવ્યું. પૂર્વ કચ્છ પોલીસે રાપરના અંતરિયાળ ખડીર વિસ્તારમાં તપાસ કરતાં જાણવા મળ્યું કે આ યુવક બેએક દિવસથી બાઈક લઈને ફરતો હતો. છેવટે તે પાકિસ્તાન તરફ ગયો હતો. પોલીસે રણમાં સર્ચ ઓપરેશન હાથ ધરતાં એક સ્થળેથી કાદવમાં ફસાયેલું બાઈક મળી આવ્યું હતું. કાદવમાં યુવકના પગલાં પાકિસ્તાન તરફ આગળ જતાં જોવા મળ્યાં હતા. દરમિયાન રસ્તો ભટકી જતા ખડીરથી પાકિસ્તાન જવાના બદલે ભારતીય સીમામાં ખાવડા નજીક કાઢવાંઢ પાસે શેરગિલ પોસ્ટ પાસે પગપાળા આવી ગયો હતો. આ વિસ્તાર સામાન્ય નાગરિકોની અરજવર માટે પ્રતિબંધિત છે. ત્યાં હાજર બીએસએફ જવાનોએ યુવકને ઝડપી પાડી પૂછતાછ કરતાં સમગ્ર મામલો બહાર આવ્યો હતો.
આગળનો લેખ