Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાત કોરોના બુલેટીન: આજે નોંધાયા 39 કેસ, આજેપણ એકપણ દર્દીનું મોત નહી

ગુજરાત કોરોના બુલેટીન: આજે નોંધાયા 39 કેસ, આજેપણ એકપણ દર્દીનું મોત નહી
, શુક્રવાર, 16 જુલાઈ 2021 (20:45 IST)
દેશભર સહિત રાજ્યમાં કોરોના મહામારીએ હાહાકાર મચાવ્યા બાદ હવે લોકો માટે રાહતના સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્યમાં કોરોના વાયરસના કેસમાં સતત ઘટાડો થઈ છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 40ની નીચે કોરોનાના કેસો પહોંચી ગયા છે. તો બીજી તરફ મોતના આંકડામાં પણ સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. ચાર મહાનગરોમાં પણ હવે કોરોનાના નવા કેસમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે.
 
ગુજરાતમાં આજે પણ કોરોના કેસમાં ઘટાડો નોંધાયો છે. રાજ્ય સરકાર દ્વારા સતત કોરોના વેક્સીનેશન કરવામાં આવી રહ્યું છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 39 નવા કોરોના કેસ નોંધાયા છે. તો બીજી તરફ માત્ર 90 લોકો કોરોનાને માત આપીને સાજા થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,13,743 દર્દીઓ કોરોનાને માત આપી ચુક્યા છે. જો કે, રાજ્યનો રિકવરી રેટ વધીને આજે 98.70 ટકાએ પહોંચ્યો હતો. 
 
રાજ્યમાં કુલ એક્ટિવ કેસની વાત કરીએ તો હાલ રાજ્યમાં કુલ 606 કોરોનાના કુલ એક્ટિવ કેસ છે. 7 લોકો વેન્ટિલેટર પર છે. 599 લોકો સ્ટેબલ છે. 8,13,743 લોકોને અત્યાર સુધીમાં ડિસ્ચાર્જ કરવામાં આવી ચુક્યાં છે. આજે રાજ્યમાં એકપણ દર્દીનું મોત નિપજ્યું નથી. 10,074 લોકોનાં કુલ મોત નિપજ્યાં છે.
 
ઉલ્લેખનીય છે કે, વેક્સીનેશનમાં ગુજરાત નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી રહ્યું છે. આજે એક જ દિવસમાં 2,73,547 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

બે મહિના બાદ આજથી ખુલ્લુ મુકાયું જલારામ મંદિર, આવતીકાલથી સોમનાથ મંદિર દર્શન માટે ખુલશે