Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

બે મહિના બાદ આજથી ખુલ્લુ મુકાયું જલારામ મંદિર, આવતીકાલથી સોમનાથ મંદિર દર્શન માટે ખુલશે

બે મહિના બાદ આજથી ખુલ્લુ મુકાયું જલારામ મંદિર, આવતીકાલથી સોમનાથ મંદિર દર્શન માટે ખુલશે
, શુક્રવાર, 16 જુલાઈ 2021 (20:42 IST)
ગુજરાતના જાણિતા યાત્રાધામ અને પ્રથમ જ્યોતિર્લીંગ સોમનાથ મંદિર આવતીકાલથી સોમનાથ મંદિર સવારે 6 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી દર્શન માટે ખુલ્લી રહેશે. આ સાથે શ્રદ્ધાળુઓને આરતી સમયે પણ પ્રવેશ આપવાનો સોમનાથ ટ્રસ્ટ દ્વારા નિર્ણય લેવાયો છે. મંદિરની ત્રણેય આરતીમાં ચાલુ આરતીએ ઉભા રહેવા દેવામાં આવશે નહીં.
 
આવતીકાલથી ભગવાન સોમનાથના દર્શને આવતા ભાવિકો માટે વ્યવસ્થા ગોઠવવામાં આવશે. સવાર, બપોર અને સાંજની આરતીમાં પણ ભક્તોને મંદિરમાં પ્રવેશ આપવામાં આવશે, પરંતુ ભાવિકોએ કોરોના ગાઈડલાઈનનું ચુસ્તપાલન કરવાનું રહેશે. કોઈ પણ ભાવિક ભક્ત મંદીરમાં ઉભા રહી શકશે નહીં, સતત ચાલતા જ આરતી, દર્શન કરી શકાશે.
 
તો આ તરફ સૌરાષ્ટ્રનું પ્રખ્યાત વિરપુરનું જલારામ મંદિર આજથી દર્શન માટે ખુલ્લુ મુકવામાં આવ્યું છે. જો કે સવાર સાંજની આરતીમાં ભાવિકોને પ્રવેશ નહીં અપાય. ફરજિયાત માસ્ક અને સોશલ ડિસ્ટન્સનું પાલન કરવાનું રહેશે. જલારામ બાપાના દર્શનનો સમય સવારે 7થી બપોરના 1 વાગ્યા સુધી અને બપોરે 3થી સાંજના 7 વાગ્યા સુધી રહેશે. ભક્તોને ટોકન સિસ્ટમથી દર્શન માટે પ્રવેશ કરી શકશે. 
 
મંદિરો અને યાત્રાધામોએ પણ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તીર્થસ્થાનો અને મંદિરોએ પણ કોરોના ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરતા ભક્તો માટે કડક નિયમો બનાવ્યા હતા.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

T20 World Cupમાં ભારત અને પાકિસ્તાન એક જ ગ્રુપમાં, આઈસીસીએ કર્યુ એલાન