Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

રાજ્યમાં 25 હજાર કરોડની પાક નુકસાની સામે ખેડૂતોને રૂ.1229 કરોડ જ ચૂકવ્યાઃ કોંગ્રેસનો આક્ષેપ

રાજ્યમાં 25 હજાર કરોડની પાક નુકસાની સામે ખેડૂતોને રૂ.1229 કરોડ જ ચૂકવ્યાઃ કોંગ્રેસનો આક્ષેપ
, બુધવાર, 26 ફેબ્રુઆરી 2020 (13:02 IST)
ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો આજેથી પ્રારંભ થઈ ગયો છે. પ્રથમ દિવસે રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને નાણામંત્રી નીતિનભાઇ પટેલ ગુજરાતનું 2020-21ના વર્ષ માટેનું અંદાજપત્ર રજૂ કરશે. જો કે આ પહેલાં પ્રશ્નોતરીકાળ દરમિયાન કોંગ્રેસના ધારાસભ્યોએ કૃષિમંત્રીને 2019ના કમોસમી વરસાદને કારણે થયેલા ખેતીના પાકોમાં થયેલા નુકસાન અંગે પણ પ્રશ્ન પૂછ્યો હતો. જેમાં કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે, રૂ.25 હજાર કરોડની નુકસાની સામે રૂ.1229 કરોડની જ સહાય ચૂકવી હોવાનો ખુલાસો થયો હતો.
સમગ્ર રાજ્યમાં મુખ્ય પાકો ડાંગર, બાજરી, જુવાર, મકાઈ તેમજ તુવેર, મગ, મઠ, અડદ, મગફળી, તલ, દિવેલા, સોયાબીન અન્ય તેલિબિયાં, કપાસ, તમાકુ, ગવાર, શાકભાજી અને ઘાસચારો વગેરેનું 85 લાખ 87 હજાર 826 હેક્ટરમાં વાવેતર થયું હતું. આ તમામ પાકોનું વાવેતર કમોસમી વરસાદને કારણે નિષ્ફળ ગયું હતું. આ પાક નિષ્ફળ જવાને કારણે ખેડૂતોને વાવેતર પાછળ થયેલો ખેડ, ખાતર, બિયારણ, દવા, લાઈટ, પાણી અને મજૂરી મળીને અંદાજીત રૂ.25 હજાર કરોડથી વધુ નુકસાન થયું છે. 
વીઘા દીઠ રૂ. 5 હજારનો ખર્ચ ગણીએ એટલે પ્રતિ હેક્ટર 30 હજારનો ખર્ચ થાય. આમ હેક્ટર દીઠ રૂ.30 હજારનો ખર્ચ ગણતા 85 લાખ 87 હજાર 826 હેક્ટરમાં રૂ. 25 હજાર કરોડ કરતા વધુનુ નુકસાન થયું છે. જેની સામે રાજ્ય સરકારે 67 લાખ 25 હજાર હેક્ટર જમીનમાં થયેલા નુકસાનની જ સહાય ચૂકવી છે અને રૂ.25 હજાર કરોડની નુકસાની સામે માત્ર 1229 કરોડ સહાય પેટે ચૂકવ્યા છે. કુલ 33 જિલ્લામાંથી સૌથી વધુ બનાસકાંઠામાં 109 કરોડ, ત્યાર બાદ અમરેલી જિલ્લામાં 102 કરોડ અને વડોદરા જિલ્લામાં 76 કરોડ રૂપિયા સહાય ચૂકવી છે.
કોંગ્રેસના ધારાસભ્યએ પૂછેલા પ્રશ્નમાં રાજ્યમાં ખેડૂતોએ વર્ષ 2019માં કરેલા વાવેતર વિસ્તારના અંદાજો માટે સેટેલાઈટ ઈમેજ અને ડ્રોન ફોટોગ્રાફી દ્વારા સર્વે કરી આંકડા મેળવવા માટે એમનેક્ષ ટેકનોલોજી પ્રા.લિ.ને રૂ.10 કરોડ 65 લાખ જેટલી માતબર રકમ ચૂકવી હોવાનો ખુલાસો થયો હતો. રાજ્યના જિલ્લામાં સૌથી વધુ જામનગર જિલ્લાના સર્વે માટે રૂ. 2 કરોડ 61 લાખ 16 હજાર રૂપિયા ચૂકવવામાં આવ્યા છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Ahmedabad Birthday- અમદાવાદ શહેરનો આજે 609મો જન્મદિવસ