Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાતનો ડખ્ખો હવે મોદી દરબારમાં - કદાવર મંત્રીઓ પદ કપાવવાના ભયમાં મોદી દરબાર સુધી પહોંચી ગયા

ગુજરાતનો ડખ્ખો હવે મોદી દરબારમાં - કદાવર મંત્રીઓ પદ કપાવવાના ભયમાં મોદી દરબાર સુધી પહોંચી ગયા
, બુધવાર, 15 સપ્ટેમ્બર 2021 (12:42 IST)
ગુજરાતના નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રીઓની આજે બપોરે 4.20 વાગે શપથવિધિ કાર્યક્રમ યોજાશે. તમામ ધારાસભ્યોને ગાંધીનગર પહોંચવા માટેની સૂચના અપાઈ છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અપાવશે મંત્રીઓને શપથ લેવડાવશે. ત્યારે નવા મંત્રીમંડળમાં કયા નવા ચહેરાઓને સ્થાન મળશે. તેના પર સૌની નજર મંડાયેલી છે. પરંતુ  છતાં આ મામલે અનેક તર્ક વિતર્કો છે. સરકાર નો રીપિટ થીયરી પણ અપનાવી શકે છે. ઘણા કદાવર મંત્રીઓના પદ કપાવવાની સંભાવનાને પગલે 3 અલગ અલગ જૂથો પડી ગયા છે. આ તમામ જૂથ મોદી દરબાર સુધી પહોંચ્યા છે. 2 જૂથને હવે અમિત શાહની દરમિયાનગીરી પસંદ નથી. જેઓ સીધા પીએમને રિપોર્ટ કરી રહ્યાં છે. રૂપાણી સરકારના તમામ જૂના બિન કાર્યક્ષમ મંત્રીઓના નામ કપાવવાની શક્યતાઓ હોવાથી આ મંત્રીઓ ફરી સરકારમાં સમાવેશ માટે એડીચૌટીનું જોર લગાવી રહ્યાં છે. જુદા જુદા ત્રણ જુથો વચ્ચે ખેંચતાણ વધતાં મામલો મોદીના દરબાર સુધી પહોંચી ગયો છે. 
 
અમિત શાહની મધ્યસ્થીથી નારાજ 
 
બીજી બાજુ સત્તા સંભાળ્યાના ગણતરીના કલાકોમાં ભૂપેન્દ્રભાઈ સૌરાષ્ટ્રમાં પુરની પરિસ્થિતિનું આંકલન કરવા માટે ગાંધીનગરથી નીકળી ગયા હતાં. એમની ગેરહાજરીમાં કમલમ-સી.આર.ના બંગલે 24 કલાકથી મંત્રીઓના નામની યાદીમાં ફેરફારો થઈ રહ્યાં છે. ગુજરાત ભાજપમાં બે મોટા જૂથ આનંદીબેન- અમિત શાહ જૂથના ધારાસભ્યોને મંત્રી બનાવવા માટેની ખેંચતાણ ચાલી રહી છે. ગુજરાત ભાજપના એક વરિષ્ઠ નેતાના જણાવ્યા પ્રમાણે અંદરખાને મોટી તડાફડી છે. એટલે મંત્રીમંડળની રચના જેમ બને એમ વહેલી થાય તો સારુ અને એ દિશામાં જ કામગીરી ચાલી રહી છે.
 
ગાંધીનગર સ્થિત રાજભવન ખાતે નવા પ્રધાન મંડળની શપથવિધિનું આયોજન કરવામાં આવ્યું છે. ભૂપેન્દ્ર પટેલના નવા પ્રધાનમંડળમાં કોણ કોણ હશે તેને લઈને સૌ કોઈમાં કુતૂહલ છે. ત્યારે શપથવિધિની ગણતરીના કલાકો પહેલાં જ ગાંધીનગર પહોંચેલા ભાજપના ધારાસભ્યોને શપથવિધિ માટે ફોન કરીને જાણ કરવામાં આવશે. 25થી વધુ ધારાસભ્યોને પ્રધાન મંડળમાં સ્થાન મળી શકે છે. ભાજપના એક દિગ્ગજ નેતાએ જણાવ્યું હતું કે ભૂપેન્દ્ર પટેલ નવા મુખ્યમંત્રી હોવાથી તેમની ટીમ પણ નવા જ સભ્યોની રહેશે. અગાઉ કહેવાયું હતું કે આ મંત્રીમંડળમાં અમુક સિનિયર મંત્રીઓ રહેશે, પરંતુ એમ નથી થવા જઈ રહ્યું. તમામ મંત્રીઓ નવા જ રહેશે. અલબત્ત, ધારાસભ્ય તરીકે સિનિયર હોય તેવા મંત્રીઓ આ મંત્રીમંડળમાં ચોક્કસ રહેશે. જ્ઞાતિ અને પ્રદેશવાર સમીકરણનો એમાં ચોક્કસ ખ્યાલ રખાયો છે. આ મંત્રીમંડળમાં 22 કે 25 સભ્યોહોવાને બદલે 27 સભ્યનું પૂર્ણ કદનું મંત્રીમંડળ બને એવી શક્યતા છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સીએમ ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળના શપથવિધિ માટે તૈયારીઓ શરૂ, સૂચના મળ્યા બાદ ધારાસભ્યોને કરશે ફોન