Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Sunday, 13 April 2025
webdunia

સીએમ ભૂપેન્દ્ર પટેલની નવી સરકારની શપથવિધિ બપોરે 4 કલાકે યોજાશે શપથ સમોરાહ, મંત્રી મંડળ એક દમ નવું હશે

CM CM Bhupendra Patel's new government will be sworn in at 4 pm swearing in ceremony
, બુધવાર, 15 સપ્ટેમ્બર 2021 (12:14 IST)
રવિવારે રાજ્યના નવા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે શપથ લીધા હતા અને પ્રધાન મંડળનો શપથ સમારોહ ગુરુવારે યોજાવવાનો હતો પણ આજે તમામ ધારાસભ્યોને ગાંધીનગર બોલાવવમાં આવતા આજે શપથ વિધી યોજાઈ શકે છે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે.
 
ગુજરાતના નવનિયુક્ત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળની શપથવિધિ 15 સપ્ટેમ્બરનેના આજે બપોરે યોજાશે. ભાજપે તમામ ધારાસભ્યોને 10 વાગ્યા સુધીમાં ગાંધીનગર પહોંચવા આદેશ આપ્યો, બપોરે 4 કલાકે યોજાશે શપથ સમોરાહ, મંત્રી મંડળ એક દમ નવું હશે , સિનિયરોને અપાશે આરામ
 
રૂપાણી સરકારના તમામ મંત્રીઓના રાજીનામા બાદ નવી ભૂપેન્દ્ર પટેલની સરકારમાં મુખ્યમંત્રી ઉપરાંત અન્ય 16 મંત્રીઓના શપથવિધિ થવાની શક્યતાઓ છે. શપથવિધિ બાદ રાતે અમિત શાહે દિલ્હી જતાં પહેલાં અમદાવાદ શાહીબાગ સર્કિટ હાઉસમાં ભૂપેન્દ્ર યાદવ સાથે નવા મંત્રીમંડળની રચના અંગે અચાનક જ બેઠક કરી હતી, એટલે કે આજે સાંજ સુધીમાં નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની નવી સરકારના મંત્રીઓનાં નામ જાહેર થશે. બીજી તરફ, આનંદીબેન પટેલ પણ શનિવારે ઉત્તરપ્રદેશથી ગુજરાત આવવાના છે.સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ, ભૂપેન્દ્ર પટેલનું આ મંત્રીમંડળ ઘણા નવા ચહેરા અને પ્રયોગોવાળું હશે. હાલ જ્યાં મંત્રીમંડળમાં એક જ મહિલા ધારાસભ્ય છે, એને સ્થાને બેથી ત્રણ મહિલા મંત્રી એમાં હોઈ શકે છે. ભાજપની સરકાર સામે એન્ટી-ઇન્કમ્બન્સી ફેક્ટર છે, એને ખાળવા માટે જ ખૂબ જરૂરી એવા સભ્યોને બાદ કરતાં મોટા ભાગના ચહેરા નવા અને અમુક તો પહેલી ટર્મમાં જ મંત્રી બની જાય એવા હશે. આ ઉપરાંત સ્વાભાવિકપણે જ જ્ઞાતિ અને પ્રદેશનું સંતુલન જળવાશે.ભૂપેન્દ્ર પટેલની શપથવિધિમાં RSS, VHP, ABVP સહિતના અગ્રણીઓ રાજભવન ખાતે પહોંચ્યા હતા. શપથ સમારોહમાં ભાગ લેવા ભૂપેન્દ્ર પટેલના પરિવારના સભ્યો હાજર હતા. પત્ની, પુત્ર, પુત્રવધૂ,પૌત્રી,પુત્રી અને અન્ય પરિવારના સભ્યો પ્રથમ હરોળમાં બેઠાં હતાં. શપથગ્રહણ કર્યા બાદ વડાપ્રધાન મોદીએ તેમને અભિનંદન પાઠવ્યાં હતાં. 
 
કયા સિનિયર પ્રધાનો યથાવત રહેશે
પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી સરકારમાં કાર્યરત રહેલા પ્રધાનો પણ ભુપેન્દ્ર પટેલ સરકારમાં પણ જોવા મળશે. પ્રદિપસિંહ જાડેજા, ગણપત વસાવા, આર.સી.ફળદુ, જયેશ રાદડિયા, દિલીપ ઠાકોર, પરસોત્તમ સોલંકી, અને ઈશ્વર પરમાર જેવા મંત્રીઓને યથાવત રાખવામાં આવે તેવી પણ અટકળો વહેતી થઇ છે.
 
નવા ચહેરાની જો વાત કરવામાં આવે તો મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલની સરકારમાં નવા ચહેરા તરીકે ઋષીકેશ પટેલ, જે.વી. કાકડિયા, નીમાબેન આચાર્ય, હર્ષ સંઘવી અથવા તો સંગીતા પાટીલ, વિધાનસભાના અધ્યક્ષ એવા રાજેન્દ્ર ત્રિવેદી, ભાવનગરથી જીતુ વાઘાણી, આત્મારામ પરમાર, પ્રદિપસિંહ જાડેજા નવા ચહેરા તરીકે કેબિનેટ કક્ષાના પ્રધાનોમાં સ્થાન મેળવે તેવી પણ શક્યતાઓ સેવાઇ રહી છે. નીતિન પટેલના સ્થાને ઋષિકેશ પટેલ કે જે મહેસાણા જિલ્લાનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે તેમને સ્થાન આપવામાં આવશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

એક દેશ-એક ભાવની તૈયારી - પેટ્રોલ-ડીઝલને જીએસટી હેઠળ લાવવા પર વિચાર કરશે મંત્રીમંડળ, 17 તારીખે લખનૌમાં બેઠક