Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

BJP Leader Death - રાજ્યના પૂર્વ કૃષિમંત્રીનું અકસ્માતમાં નિધન

Vaghasia dies
અમરેલી: , શુક્રવાર, 19 મે 2023 (09:45 IST)
Vaghasia dies
 સાવરકુંડલાના પૂર્વ ધારાસભ્ય અને રાજ્ય કક્ષાના પૂર્વ કૃષિ મંત્રી વી.વી.વઘાસીયાનું રોડ અકસ્માતમાં નિધન થયું છે.  સાવરકુંડલાના શેલણા વંડા વચ્ચે કાર અને જેસીબી સાથે અકસ્માત સર્જાતા પૂર્વ કૃષિ મંત્રી વી.વી વઘાસીયાને પ્રથમ માથાના ભાગે ગંભીર ઇજાઓ થતા લોહીલુહાણ હાલતમાં સાવરકુંડલા હોસ્પિટલમાં પહોંચાડતા ફરજ પરના ડોક્ટર દ્વારા પૂર્વ કૃષિ મંત્રી વી.વી. વઘાસીયાને મૃત જાહેર કરતા હોસ્પિટલમાં ભાજપના કાર્યકરો હોદેદારો સહિતના લોકો મોટી સંખ્યામાં અગ્રણીઓ દોડી ગયા અને સમગ્ર વિસ્તારમાં અરેરાટી સાથે શોકમય માહોલ ઉભો થયો છે. 
 
સાવરકુંડલા પંથકના વી.વી.વઘાસિયા પ્રથમ આર.એસ.એસ.ના કાર્યકરથી તેમની રાજકીય સફર શરૂ થઈ હતી. ભારતીય જનતા પાર્ટીના જિલ્લા ભાજપના મહામંત્રીથી લઈ સંગઠનમાં અનેક મહત્વ પૂર્ણ કામગીરી કરી ચુક્યા હતા. અગાઉ રાજ્ય કક્ષાના કૃષિમંત્રી તરીકે પણ સરકાર દ્વારા જવાબદારી સોંપવામાં આવી હતી અને ભાજપના સંગઠનમાં કામગીરી વર્ષો સુધી કરી ચુક્યા છે. આજે અકસ્માતમાં મોત થતા સાવરકુંડલા લીલીયા વિસ્તારમાં ભારે શોકમય માહોલ જોવા મળી રહ્યો છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

World AIDS Vaccine Day : 42 વર્ષ પછી પણ એઇડ્સ એક અસાધ્ય રોગ છે, તેની રસી હજુ સુધી બની નથી, જાણો તેના લક્ષણો