Publish Date: Thu, 28 Oct 2021 (15:58 IST)
Updated Date: Thu, 28 Oct 2021 (16:00 IST)
સુરતના યોગીચોક વિસ્તારની તુલસી દર્શન સોસાયટી બહાર ચોંકાવનારી ઘટના સામે આવતાં માત્ર બાળકોએ નહીં, પરંતુ માતા-પિતાએ પણ સતર્ક થઇ જવાની જરૂર છે. બાળકો ગટરના ઢાંકણ પાસે ફટાકડા ફોડવા માટે ટોળામાં એકત્રિત થયાં હતાં. ત્યાં ફટાકડા ફોડવા જતાંની સાથે જ એકાએક આગ ભભૂકી ઊઠી હતી, જેને કારણે પાંચ બાળક આગની જ્વાળામાં દાઝી ગયાં હતાં. આ આગની ઘટના સીસીટીવીમાં કેદ થઈ જવા પામી છે.
દાઝી ગયેલા બાળકોના નામ
રંગપરીયા ગુંજ સંજયભાઈ (11)
રંગપરીયા વેદ ચેતનભાઇ (9)
ડોબરીયા વ્રજ મનસુખભાઈ (14)
સ્મિત મનસુખભાઈ બાબરીયા (8)
ઠેશીયા હેતાર્થ દિનેશભાઈ (10)