Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

વડાપ્રધાન મોદીના આગમન પહેલાં જ રાજકોટના લાપાસરીમાં કંપનીમાંથી જિલેટીન સ્ટિકની ચોરી, પોલીસે તપાસ હાથ ધરી

વડાપ્રધાન મોદીના આગમન પહેલાં જ રાજકોટના લાપાસરીમાં કંપનીમાંથી જિલેટીન સ્ટિકની ચોરી, પોલીસે તપાસ હાથ ધરી
, સોમવાર, 10 ઑક્ટોબર 2022 (09:24 IST)
વડાપ્રધાનના આગમન પૂર્વે રાજકોટ શહેરમાંથી મોટી માત્રામાં જિલેટીન સ્ટિક, બ્લાસ્ટિંગ કેપ તથા બ્લાસ્ટિંગ માટે વપરાતા વાયરની ચોરી થયાની ઘટના સામે આવી છે. ગત તારીખ 6 ઓક્ટોબરના રોજ રાત્રીના સમયે શહેરના આજીડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં લાપાસરી ગામે રાજહંસ કંપનીમાંથી જિલેટીન સ્ટિકની ચોરી થયા અંગે ફરિયાદ નોંધાઈ છે. જો કે બે દિવસથી ચોરી કરી ચોર નાસી ગયો હોવાથી તેની શોધમાં રાજકોટ શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓ સાથે SOG ક્રાઇમ બ્રાન્ચ સહીત શહેરભરની પોલીસ લાગી ગઈ છે અને શહેરભરની પોલીસમાં દોડધામ મચી જવા પામી છે.

રાજકોટ શહેરના આજીડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ લાપાસરી ગામ ખાતે રાજહંસ નામની સ્ટોન કટિંગ કંપનીમાંથી જિલેટિન સ્ટિક, બ્લાસ્ટિંગ કેપ તેમજ બ્લાસ્ટિંગ માટે વપરાતા વાયરની ચોરી થયાની ઘટના સામે આવી છે. રાજહંસ કંપનીના માલિક એભલભાઇ જલુ એ ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ગત તારીખ 6 ઓક્ટોબરના રોજ રાત્રીના સમયે મારી કંપનીના રૂમમાંથી તાળું તોડી કોઈ અજાણ્યો શખ્સ એક્સ્પોઝિવ (ટોટા)ની સાત પેટી કુલ (1400 થી વધુ સ્ટિક) કિંમત રૂપિયા 21,000 તથા બ્લાસ્ટિંગ કેપ 250 નંગ અને બ્લાસ્ટિંગ માટેના 1500 મીટર વાયર મળી કુલ 40,500 ના મુદ્દામાલની ચોરી થવા પામી છે. પોલીસે આઇપીસી કલમ 454, 457, 380 મુજબ ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે.મોદીના આગમન પહેલાં જ જિલેટીન સ્ટિકની ચોરી ઘટનાથી રાજકોટ શહેર ભરની પોલીસ દોડતી થઇ છે અને આરોપીની શોધખોળ હાથ ધરી છે. જેમાં પોલીસની સાથે તમામ એજન્સીઓ ચોરને પકડવામાં પ્રયત્ન કરી રહી છે. આ સાથે પ્રધાનમંત્રીના કાર્યક્રમને પગલે કેન્દ્રીય એજન્સીઓ,એટીએસ સહિતની ટીમો રાજકોટમાં અગાઉથી જ હોવાથી તપાસમાં તે પણ જોડાઇ હોવાનું સૂત્ર પાસેથી જાણવા મળી રહ્યું છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

નાઈજીરિયામાં 85 યાત્રીઇને લઈને જઈ રહી નાવ પલટી 76ની મોત, રેસ્ક્યુ અને રિકવરી મિશન પર એજસીઓ