Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Modi in Gujarat- 9 ઓક્ટોબરે મોદીનો ગુજરાત પ્રવાસ

modi
, રવિવાર, 9 ઑક્ટોબર 2022 (10:05 IST)
સૌરાષ્ટ્ર અને ઉત્તરગુજરાતની લેશે મુલાકાત,  200 કરોડના વિકાસ કાર્યોની આપી શકે છે ભેટ 
 
PM મોદી આગામી મહિને ફરી આવશે ગુજરાત, સૌરાષ્ટ્ર અને ઉત્તરગુજરાતની લેશે મુલાકાત,  200 કરોડના વિકાસ કાર્યોની આપી શકે છે ભેટ
- આગામી મહિનાના બીજા સપ્તાહમાં પણ PM મોદીની ફરી ગુજરાત મુલાકાતની તૈયારીઓ ચાલી રહી 
- ઓક્ટોબરના બીજા અઠવાડિયામાં બહુચરાજી આસપાસ વિશાળ સભા માટે જગ્યા શોધવાનું તંત્ર દ્વારા શરૂ કરી દેવામાં આવ્યું
- PM મોદીના હસ્તે બહુચરાજી મંદિરનો 200 કરોડના  વિકાસ પ્લાનનું   લોકાર્પણ થઈ શકે
 
 
   PM નરેન્દ્ર મોદી ફરી એકવાર  ગુજરાત આવી શકે છે. ઓક્ટોબરમાં PM મોદીનો મહેસાણામાં મોટો કાર્યક્રમ થઈ શકે છે. ઓક્ટોબરના બીજા અઠવાડિયામાં બહુચરાજી આસપાસ વિશાળ સભા માટે જગ્યા શોધવાનું તંત્ર દ્વારા શરૂ કરી દેવામાં આવ્યું છે. PM મોદીના હસ્તે બહુચરાજી મંદિરનો 200 કરોડનો વિકાસ પ્લાન  લોકાર્પણ થઈ શકે છે. દૂધસાગર ડેરી પાવડર પ્લાન્ટ,બહુચરાજી નવીન રેલવે સ્ટેશનનું પણ લોકાર્પણનો કાર્યક્રમ યોજાઇ શકે છે. મોઢેરા સોલર પ્લાન્ટના પણ ઉદ્ધાટનનું આયોજન છે. સમગ્ર કાર્યક્રમને લઈ PM નરેન્દ્ર મોદીની વિશાળ જાહેરસભા માટે જગ્યા શોધવા તંત્ર કામે લાગી ગયું છે. 
 
 
   તો બીજી તરફ ગુજરાતના અન્ય એક પ્રવાસમાં પ્રધાનમંત્રી રાજકોટમાં 19 ઓક્ટોબરે જાહેરસભાને સંબોધન કરી સૌરાષ્ટ્રમાં ભાજપની પકડને મજબૂત કરશે. તેની સાથે જ 5 હજાર કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ પણ કરશે. PMના કાર્યક્રમની આધાકારીક જાહેરાત તંત્ર દ્વારા કરી દેવામાં આવી છે. આ અંગે PMના કાર્યક્રમની સત્તાવાર જાહેરાત પણ કરી દેવાઇ છે. પીએમના રાજકોટ પ્રવાસ અંગે જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુ દ્વારા માહિતી આપવામાં આવી છે.તેમણે જણાવ્યું કે પીએમ મોદી આગામી 19 ઓક્ટોબરે રાજકોટની મુલાકાતે આવશે. રાજકોટ ખાતે 5 હજાર કરોડના વિકાસ કાર્યોના લોકાર્પણ તેમજ ખાતમુહર્ત કરશે. કોર્પોરેશન, જિલ્લા વહીવટી તંત્ર, રેલવે સહિતના વિભાગો દ્વારા સયુંકત રીતે કાર્યક્રમ યોજવામાં આવશે. જેમાં ઓવરબ્રિજ, લાઈટ હાઉસ પ્રોજેક્ટ, સાયન્સ મ્યુઝિયમ, ખીરસરા જીઆઇડીસી, રાજકોટ-કાનાલુસ રેલવેના ડબલ લાઈન સહિતના પ્રોજેક્ટનો સમાવેશ કરાયો છે. 
(Edited By- Monica Sahu) 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

PM અમદાવાદ સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં ₹712 કરોડની આરોગ્ય સુવિધાઓનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે, આવી હશે સુવિધાઓ