Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સાબરમતી-કાલુપુર ખાતે એન્જિન મુકાયાં; હેરિટેજ એન્જિન વ્હીસલ વગાડીને ધુમાડો પણ કાઢશે, સ્ટીમ એન્જિનની યાદ જીવંત રહેશે

સાબરમતી-કાલુપુર ખાતે એન્જિન મુકાયાં; હેરિટેજ એન્જિન વ્હીસલ વગાડીને ધુમાડો પણ કાઢશે, સ્ટીમ એન્જિનની યાદ જીવંત રહેશે
, ગુરુવાર, 3 ફેબ્રુઆરી 2022 (15:58 IST)
અમદાવાદના કાલુપુર અને સાબરમતી રેલ્વે સ્ટેશન પર અવર જવર કરતા પ્રવાસીઓ 'અતીત ગૌરવ ટ્રેન'ના માધ્યમથી ભારતીય રેલવેના જુના ઇતિહાસનો અહેસાસ કરી શકશે. વર્ષો પહેલા દેશમાં દોડતી હેરિટેજ સ્ટીમ લોકોમોટિવ એન્જિનની પ્રતિકૃતિ આ બન્ને રેલવે સ્ટેશનની સાથે સાથે હવે શહેરમાં અમદુપુરા સ્થિત DRM ઓફિસ કચેરી ખાતે પણ આ ટ્રેન મુકવામાં આવી છે. અગાઉ આ ત્રણેય સ્થાન પર જૂની ટ્રેનના એન્જિન મુકવામાં આવ્યા હતા. જોકે હવે તેમાં નવા પ્રાણ ફૂંકવા માટે જાણે આબેહૂબ રેલવેના પાટા પર દોડતી હોય એ પ્રકારની કામગીરી કરવામાં આવી છે. આ ટ્રેનના 3 એન્જિનનું નવીનીકરણ કરવામાં આવ્યું છે. જેમાં આકર્ષક રંગો, વાસ્તવિક સંચાલનની હુબહુ સ્મોક અને સાઉન્ડ સિસ્ટમ સાથે અને તેનું રીપેરીંગ કરી ઇન્સ્ટોલેશન કરવામાં આવ્યું છે. નવી પેઢી રેલવેના ઇતિહાસ અંગે માહિતગાર બને તે માટે આ પ્રયોગ કરવામાં આવ્યો છે. પ્રવાસીઓના આકર્ષણ માટે કાલુપુર અને સાબરમતી સ્ટેશન પર સવારે 9:00 થી 11 કલાક અને સાંજે 6 થી 11 સુધી સ્મોક અને સાઉન્ડ સિસ્ટમનું પ્રોગ્રામિંગ કરવામાં આવેલ છે.અમદાવાદ સ્ટેશન પર પ્રદર્શિત નેરોગેજ હેરિટેજ સ્ટીમ એન્જિન 587-W-અતીત ગૌરવને મુકવામાં આવેલ છે. જે ઇંગ્લેન્ડમાં W. G. બંગાળ લિમિટેડ કોસ્ટલ એન્જિનિયરિંગ વર્ક્સ દ્વારા 1937 તૈયાર કરવામાં આવ્યું હતું. જ્યારે સાબરમતી સ્ટેશન પર પ્રદર્શિત મીટરગેજ હેરિટેજ સ્ટીમ એન્જીન 3430 YG છે, જે 'શાંતિદૂત'ના નામે ઓળખાય છે. તેને 1963માં ટાટા એન્જિનિયરિંગ એન્ડ લોકોમોટિવ કંપની દ્વારા બનાવવામાં આવ્યું હતું, આ ટ્રેન 40 માઈલ પ્રતિ કલાકની ઝડપે દોડતી. DRM ઓફિસમાં પ્રદર્શિત નેરોગેજ હેરિટેજ સ્ટીમ એન્જીન  548 ZD મુકવામાં આવ્યું છે. જે 'પ્રગતિ'ના નામે ઓળખાય છે. આ ટ્રેન નિપ્પોન શરયો સેજોં કેશલ કંપની લિ. જાપાન દ્વારા 1957માં તૈયાર કરવામાં આવ્યું હતું.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Kishan Bharwad murder case- કિશન હત્યા કેસમાં ખુલાસોઃ મૌલાના કમરગની લખનઉમાં રજિસ્ટ્રેડ TFI નામનું સંગઠન ચલાવે છે, દેશભરમાં સભ્યો બનાવી દૈનિક એક રૂપિયાની દાન મેળવે છે