Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

કચ્છમાં અનુભવાયા ભૂકંપના આંચકા

 Earthquake tremors felt in Kutch
, શનિવાર, 20 જાન્યુઆરી 2024 (11:04 IST)
- ભૂકંપનું કેન્દ્રબિંદુ ખાવડાથી 17 કિલોમીટર દૂર 
- ભૂકંપના આંચકાને કારણે લોકોમાં ભયનો માહોલ 
- આ પહેલા કચ્છમાં 1 સપ્ટેમ્બરે ભૂકંપના આંચકાનો અનુભવ થયો હતો

 
ગઈકાલે રાત્રે કચ્છની ધરતી ધણધણી ઉઠી હતી. મોડીરાત્રે અનુભવાયેલા ભૂકંપના આંચકાની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 2.6ની નોંધાઈ છે. જ્યારે ભૂકંપનું કેન્દ્રબિંદુ ખાવડાથી 17 કિલોમીટર દૂર નોંધાયું છે. હાલમાં કોઈપણ પ્રકારની જાનહાનિ કે આર્થિક નુકસાનના સમાચાર સામે આવ્યા નથી. પરંતુ વારંવાર આવી રહેલા ભૂકંપના આંચકાને કારણે લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
 
ઉલ્લેખનીય છે કે  આ પહેલા કચ્છમાં 1 સપ્ટેમ્બરે ભૂકંપના આંચકાનો અનુભવ થયો હતો. જેમા રાત્રીના 8.54 મિનિટે 4.5ની તીવ્રતાનો ભૂકંપ આવતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. જેનું કેન્દ્રબિંદુ દૂધઈથી 15 કિલોમીટર દૂર હતું. આ અગાઉ પણ દૂધઈમાં જ 3.3ની તીવ્રતાનો આંચકો આવ્યો હતો. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

હાથમાં ગદા અને મોં પર હનુમાનજીનો માસ્ક, રાહુલ ગાંધીની આ તસવીરોનો શું છે અર્થ ?