હરણી તળાવમાં બોટ પલટી જતાં 17ના મોત
તળાવમાં ડૂબી જવાથી 15 બાળકો અને 2 શિક્ષિકાના મોત
ન્યૂ સનરાઇઝ સ્કુલના વિદ્યાર્થીઓ બોટમાં હતા સવાર
Vadodara news-વડોદરાનું હરણી તળાવ, જ્યાં બોટ પલટી જવાની દુર્ઘટના બની. અત્યાર સુધીની માહિતી મુજબ 16 લોકોના મોત થયા છે. 16 લોકોમાં 14 બાળકો અને 2 શિક્ષકો સામે છે.
પાપ્ત વિગતો મુજબ હરણી તણાવમાં કોટીયા પ્રોજેક્ટસ નામની કંપનીને કોન્ટ્રાક્ટ અપાયો હતો. જેના માલિક પરેશ શાહ હાવાની સૂત્રો પાપ્ત વિગતો છે. આ કોન્ટ્રાક્ટ અપાયા બાદ પરેશ શાહે નિલેશ જૈન નામના વ્યક્તિને કોન્ટ્રાક્ટ આપ્યો હતો
બોટ સંચાલક અને કૉન્ટ્રેક્ટરની જવાબદારી નક્કી કરતાં તેમણે કહ્યું હતું કે, “પ્રાથમિક દૃષ્ટિએ આ સમગ્ર મામલામાં બોટ ચલાવનાર અને તેને મૅનેજ કરનાર લોકોનો દોષ છે, હું આ ઘટનાને ભૂલ નહીં કહું. આ સિવાય સુરક્ષા માટેની પૂરતી કાળજી પણ નહોતી લેવાઈ. ક્ષમતા કરતાં વધુ લોકોને બોટમાં બેસાડાયા. ઉપરાંત માત્ર દસ લોકોને જ લાઇફ જાકીટ પહેરાવાયાં હતાં.”
વડોદરા શહેરના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે બીબીસી ગુજરાતીના સંવાદદાતા રોક્સી ગાગડેકર છારા સાથેની વાતચીતમાં આ વાતની પુષ્ટિ કરી હતી. તેમણે કહ્યું હતું કે, “બચાવ અભિયાન ચાલી રહ્યું છે. બચાવાયેલાં બાળકો નજીકની સયાજી હૉસ્પિટલમાં સારવાર હેઠળ છે.