Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગેસ અને વીજળી મોંઘી થવા પાછળ કેન્દ્ર સરકારની પણ આવડત ની સાબિતી છે

ગેસ અને વીજળી મોંઘી થવા પાછળ કેન્દ્ર સરકારની પણ આવડત ની સાબિતી છે
, ગુરુવાર, 2 સપ્ટેમ્બર 2021 (18:23 IST)
વશરામભાઈ સાગઠીયા ની અખબારી યાદી જણાવે છે કે પ્રજાને લૂંટવાનું સરકાર બંધ કરે તો સારું નહિતર મોંઘવારી બેકારી ભૂખમરો જેવા રાક્ષસો કે જે સરકારે પેદા કર્યા છે તેજ સરકારને ભરખી જશે હવે સરકાર લૂંટવાનો ઓછું કરે તો સારું રાતોરાત રાંધણગેસમાં રૂપિયા 25 અને કોમર્શિયલ સિલિન્ડરમાં રૂપિયા 75 નો ભાવ વધારો ઝીંકી દીધો છે એક તરફ કોરોના ના બીજા બીજી તરફ બેકારી બેરોજગારી ભૂખમરો વગેરેના ખપ્પરમાં પ્રજા સમાયેલી છે તો ફરી એકવાર ગેસના બાટલાના ભાવ વધારો નો અમારો વિરોધ છે ફક્ત 8 મહિનામાં જ આ સરકાર દ્વારા 190 રૂપિયા  એક બાટલા દીઠ વધારવામાં આવેલ છે જે ખૂબ જ વધારે છે કેન્દ્રમાં કોંગ્રેસની સત્તા હતી 2014માં ત્યારે એક્ સિલિન્ડર રૂપિયા 410 માં મળતો હતો ભાજપ સાત વર્ષમાં આ આ સિલિન્ડર ના ભાવ રૂપિયા 887 એટલે કે બમણા કરતા પણ વધારે ભાવ થયો કોંગ્રેસે 60 વર્ષમાં 410 રૂપિયે એક બાટલો બજારમાં મળતો હતો તો ભાજપ હજી પણ સુધરશે નહિ તો આગામી દિવસોમાં પ્રજા હાલ જે મૂંગા મોઢે સહન કરે છે તે ભાજપને ઘર ભેગું કરતા વાર નહિ લાગે હવે તો પ્રજાની પણ સહનશક્તિની હદ આવી ગઈ છે
ગુજરાત સરકાર ગુજરાતના જ 1.23 લાખ ગ્રાહકોને સસ્તી વીજળી મળે તેવા પ્રયત્નો કરવાના બદલે ખાનગી વીજ ઉત્પાદકો પાસેથી રૂપિયા 8 થી 10 ચુકવી ગુજરાતની પ્રજા ઉપર અબજો રૂપિયાનો ભારણ વધારી રહી છે ટાટા વીજ પાવર ઉત્પાદન કરવાની 4 હજાર મેગાવોટની ક્ષમતા ધરાવે છે અને તે યુનિટ રૂપિયા ત્રણના ભાવે વીજળી આપે છે તેની સાથે સમજૂતી કરાર કરવામાં સરકારને કે તેના અધિકારીઓને કોણ નડે છે તે જ ખબર પડતી નથી tata પાવર નો વીજ ઉત્પાદન માત્ર 4000 માંથી 810 મેગા વોટ કેમ થાય છે તે પણ એક તપાસનો વિષય છે હકીકત એ છે કે ખાનગી ઉત્પાદકોને લાભ અપાવવા માટેનો આ કીમિયો છે અને તેમાં કોને કોને કેટલો લાભ થતો હોય તે તેજ લોકો જાણે પરંતુ હવે તો પ્રજાને પણ ખબર પડવા માંડી છે કે સસ્તુ મૂકી મોંઘુ શા માટે ખરીદે અમુક લોકોને ફાયદો થતો હોય પોઝ મોંઘુ ખરીદે
એક તરફ પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા એ માઝા મૂકી છે કોંગ્રેસની યુપીએ સરકાર વખતે 2014માં પેટ્રોલ 71 રૂપિયા અને ડીઝલ 57 મા લીટર મળતું હતું આજે તમે અને હું જોઈએ છીએ કે પેટ્રોલ રૂપિયા 100 પાર કરી ગયું છે અને ડીઝલ રૂપિયા 100 એ પહોંચવામાં છે તે જ બતાવે છે કે કોંગ્રેસ 60 વર્ષમાં 71 રૂપિયા અને 57 રૂપિયા એ પેટ્રોલ-ડીઝલ પહોંચાડે લો ભાજપને ત્યારે આ ભાવ મોંઘા લાગતા હતા પરંતુ છેલ્લા સાત વર્ષમાં ભાજપે કેટલો વધારો કર્યો છે તે આપણે બધા જોઈ રહ્યા છે આ ભાવ વધારાથી કેન્દ્ર સરકારને 23 લાખ કરોડ ની આવક થઇ છે એક તરફ 23 લાખ કરોડ પેટ્રોલ-ડીઝલ માંથી કેન્દ્ર સરકારે મેળવ્યા છે અને હાલ દર મહિને સરેરાશ એક લાખ કરોડ જીએસટી માંથી મેળવે છે તે બધા જ નાણાં ગયા ક્યાં આગામી દિવસમાં ગુજરાત અને ભારતની પ્રજા આ સરકાર પાસે હિસાબ માગશે. પરંતુ સત્તાના મદમાં ભાન ભૂલેલા ભાજપના નેતાઓ તે સમયે જવાબ આપવાનો પણ સમય નહીં રહે મારુ કેવું છે કે કરોડો અબજો રૂપિયા જીએસટી માંથી પેટ્રોલ-ડીઝલ માંથી જે આવી રહ્યા છે તેમાંથી સરકારે લોકહિતમાં કામ કરવા જોઈએ નહીં કે પોતાની પ્રસિદ્ધિ માટે

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

કોરોનાની ત્રીજી લહેરને લઈને આવી ચેતવણી નવેમ્બરમાં પીક પર થશે મહામારી