Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Wednesday, 9 April 2025
webdunia

ગુજરાત સરકારની ચારેય વીજ વિતરણ કંપનીઓ સર્વશ્રેષ્ઠ સેવાઓ માટે A+ (એ-પ્લસ) રેટિંગ સાથે રાષ્ટ્રીય કક્ષાએ પ્રથમ સ્થાને

ગુજરાત સરકારની ચારેય વીજ વિતરણ
, શુક્રવાર, 16 જુલાઈ 2021 (15:11 IST)
ગુજરાત સરકારના ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ અંતર્ગતની ચારેય વીજ વિતરણ કંપનીઓ; ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ, મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ, દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ અને પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડે વીજ સેવાઓ અને ગુણવત્તામાં સર્વશ્રેષ્ઠ દેખાવ કરીને સમગ્ર ભારતમાં પ્રથમ ચાર ક્રમાંક અંકે કર્યા છે. 
 
એટલું જ નહીં ભારત સરકારના વીજ મંત્રાલય દ્વારા અપાયેલા નવમા વાર્ષિક ઈન્ટિગ્રેટેડ રેટિંગમાં  A+ (એ-પ્લસ) નું સર્વોચ્ચ રેટિંગ મેળવ્યું છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના સક્ષમ નેતૃત્વ અને માર્ગદર્શનમાં ગુજરાતની આ ચારેય વીજ વિતરણ કંપનીઓએ પોતાનું સર્વોચ્ચ સ્થાન જાળવી રાખ્યું છે. 
 
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ જ્વલંત સફળતા અને ઉત્કૃષ્ટ દેખાવ બદલ વિશેષ સ્થાન મેળવનાર વીજ કંપનીઓના અધિકારીઓ અને તમામ કર્મચારીઓને અભિનંદન પાઠવ્યા છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાત મિલ્ક માર્કેટીંગ ફેડરેશનને સ્કીમ મિલ્ક પાવડરની નિકાસ માટે રાજ્ય સરકાર પ્રતિ કિ.ગ્રામ રૂ. પ૦ પ્રમાણે સહાય આપશે