Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Tuesday, 15 April 2025
webdunia

સતત બીજા દિવસોના કેસમાં નોંધાયો ઘટાડો, મૃત્યુઆંક ઘટ્યો, રિકવરી રેટ વધ્યો

Corona Gujarat Update
, રવિવાર, 2 મે 2021 (20:28 IST)
ગુજરાતમાં કોરોના હવે દિવસેને દિવસે વધારે બેકાબુ બનતો જઇ રહ્યો હોય તેમ લાગી રહ્યુ છે. રોજેરોજ આંકડા જે પ્રકારની છલાંગો લગાવી રહ્યા છે તે જોતા ગુજરાત પણ મહારાષ્ટ્રનાં રસ્તે જઇ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. રોજેરોજ કોરોનાના આંકડા કુદકેને ભુસકે વધી રહ્યા છે. રાજ્યમાં આજે 12978 નવા કોરોનાના કેસ નોંધાયા હતા. જ્યારે 11,146 લોકો સાજા થયા છે. અત્યાર સુધી કુલ 4,40,276 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં સાજા થવાનો દર પણ 74.05 ટકાએ પહોંચ્યો છે. 
 
 
રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 98,73,963 વ્યક્તિઓનું પ્રથમ ડોઝનું અને 25,57,405 નાગરિકોનું બીજા ડોઝનું રસીકરણ પુર્ણ થઇ ચુક્યું છે. આ પ્રકારે કુલ 1,24,31,368 રસીકરણનાં ડોઝ આપવામાં આવ્યા. આજે 18 થી 44 વર્ષ સુધીના 25,712 લોકોને પ્રથમ ડોઝનું રસીકરણ કરવામાં આવ્યું હતું.
 તેમજ 60 વર્ષથી વધુ વયના અને 45 થી 60 વર્ષના કુલ 32,333 વ્યક્તિઓનું પ્રથમ ડોઝ અને 57,495 વ્યક્તિઓને બીજા ડોઝનું રસીકરણ કરવામાં આવ્યું છે.
 
રાજ્યમાં આજે કોરોનાના નવા 12978 દર્દીઓ નોંધાયા છે. રાજ્યમાંથી 11,146 દર્દીઓ સાજા થયા છે. આ સાથે રાજ્યનો રિકવરી રેટ પણ 74.05 ટકા પર પહોંચી ગયો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 4,40,276 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.
 
 
રાજ્યમાં એક્ટિવ કેસની વાત કરીએ તો 1,46,818 એક્ટિવ કેસ છે. જ્યારે 772 લોકો વેન્ટિલેટર પર છે. 1,46,096 લોકો સ્ટેબલ છે. 4,40,276 દર્દીઓને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. 7,508 લોકોનાં મોત નિપજ્યાં છે. આજે કોરોનાને કારણે કુલ 153 લોકોનાં મોત નિપજ્યાં છે.
 
 
અમદાવાદ કોર્પોરેશન 26, સુરત કોર્પોરેશન 9, રાજકોટ કોર્પોરેશન 10, વડોદરા કોર્પોરેશન 11, જામનગર કોર્પોરેશન 7, અને જૂનાગઢ કોર્પોરેશન 3, ભાવનગર કોર્પોરેશન 5, મહેસાણા 2, સુરત 4, જામનગર 6, બનાસકાંઠા 3, ભાવનગર 6, વડોદરા 8, પાટણ 2, કચ્છ 3, મહિસાગર 1, જુનાગઢ 6, સાબરકાંઠા 4, રાજકોટ 5, નર્મદા 1, અમરેલી 3, વલસાડ 1, પંચમહાલ 2, છોટાઉદેપુર 2, નવસારી 1, સુરેંદ્રનગર 7, મોરબી 1, અરવલ્લી 1, દાહોદ 2, અમદાવાદ 1, ભરૂચ 6, દેવભૂમિ દ્રારકા 2, અને બોટાદ 2 એમ કુલ 153 વ્યક્તિનાં મોત નિપજ્યાં છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

LIve IPL 2021- DC Vs PBKS-11 ઓવર પછી પંજાબ કિંગ્સનો સ્કોર 72/2