Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

રસોઈ બનાવવી થઈ મોંઘી, ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતમાં 50 રૂપિયાનો વધારો

રસોઈ બનાવવી થઈ મોંઘી, ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતમાં 50 રૂપિયાનો વધારો
નવી દિલ્હીઃ , શનિવાર, 7 મે 2022 (11:16 IST)
સામાન્ય માણસ માટે રસોઈ બનાવવી મોંઘી થઈ ગઈ છે. કોમર્શિયલ એલપીજી બાદ હવે ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતમાં પણ વધારો કરવામાં આવ્યો છે. શનિવારે 14.2 કિલોના ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતમાં 50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. આ વધારો શનિવાર એટલે કે 7મી મે 2022થી લાગુ થઈ ગયો છે. હવે રાજધાની દિલ્હીમાં 14.2 કિલોના ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમત 999.50 રૂપિયા પ્રતિ સિલિન્ડર થઈ ગઈ છે. આ પહેલા 22 માર્ચે ઘરેલુ એલપીજીની કિંમતમાં 50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. એપ્રિલ મહિનામાં આ સિલિન્ડરની કિંમતમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી.

22 માર્ચે સિલિન્ડરના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો
નોંધનીય છે કે આ પહેલા માર્ચ મહિનામાં પણ ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમતમાં વધારો કરવામાં આવ્યો હતો, ત્યારબાદ દિલ્હીમાં તેની કિંમત વધીને 949.50 રૂપિયા થઈ ગઈ હતી. જણાવી દઈએ કે, 22 માર્ચે, પાંચ રાજ્યોમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણી પછી પેટ્રોલ, ડીઝલ અને એલપીજીની કિંમતોમાં જે ક્રમ શરૂ થયો હતો તે જ ક્રમમાં સબસિડીવાળા ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતમાં 50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

મધ્યપ્રદેશઃ ઈન્દોરમાં બે માળની ઈમારતમાં આગ, 7ના જીવતા સળગી જવાથી મોત, આઠ લોકો ગંભીર રીતે દાઝી ગયા