Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

એલઆરડી વિવાદ ઉગ્ર બન્યું, અનામતની આગ મહેસાણા પહોંચી, સજ્જડ બંધ

એલઆરડી વિવાદ ઉગ્ર બન્યું, અનામતની આગ મહેસાણા પહોંચી, સજ્જડ બંધ
, શનિવાર, 15 ફેબ્રુઆરી 2020 (11:39 IST)
મહેસાણા બંધ મામલો
 
સવારથી બંધ ના એલાન ને મળ્યો હતો મિશ્ર પ્રતિસાદ
-  પાબાસ ના કન્વીનરો બજાર બંધ કરાવા નીકળ્યા
- - ન્યાય ની લડાઈ માટે બંધ નું અપાયું છે એલાન..
- અભિજીતસિંહ બારડ કન્વીનર
- આગામી સમય માં માંગ નહીં સ્વીકારાય તો ગુજરાત બંધ નું આપીશું એલાન...અભિજીતસિંહ બારડ કન્વીનર
 
ગુજરાતમાં એલઆરડીના વિવાદીત પરિપત્રને લઇને અનામત-બિનઅનામત સમાજ દ્વારા આંદોલનો ચાલી રહ્યા છે. આંદોલનોનો અંત લાવવા માટે સરકાર સક્રિય બની છે અને સતત પ્રયત્નો કરી રહી છે.  સરકાર દ્વારા સતત આગેવાનો સાથે બેઠકો ચાલી રહી છે. સરકાર ગમે તે ભોગે આ વિવાદનો અંત લાવવા માંગે છે.  પરંતુ અંત આવતો નથી અને આંદોલન ઉગ્ર બનતુ જાય છે. ત્યારે મહેસાણા માનવ આશ્રમ ખાતે સમિતીના સભ્યો એકત્ર થયા હતા. એકત્રીત થઈને શહેર બંધ કરવાની નાગરિકોને અપીલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. OBC, SC-ST સમાજના શહેરીજનોના સમર્થનનો દાવો કરી રહ્યા છે. રામજી ઠાકોર સહિતના કન્વીનરો માનવ આશ્રમ નજીક પહોચ્યા હતા. બક્ષી પંચ સમાજના દુકાનદારોને બંધ પાળવાની અપીલ કરવામાં આવી રહી છે.  આંદોલનકારીઓએ મહેસાણા બંધનું એલાન આપ્યુ છે. જેણે લઇને સરકાર વધુ હરકતમાં આવી છે.
 
LRD ભરતીમાં મેરિટ લીસ્ટને લઇ છેલ્લા 67 દિવસથી બિન અનામત વર્ગની મહિલાઓ ધરણાં પર બેઠી છે. બીજી તરફ સરકારે ઠરાવમાં ફેરફારની જાહેરાત તો કરી દીધી છે પરંતું હજુ કોઈ નિર્ણય પર નથી પહોંચી શકી. ઉલ્લેખનીય છે કે, બિન અનામત વર્ગની માગ ઠરાવમાં ફેરફાર ન કરવાની છે. તો  અનામત વર્ગ એવો દાવો કરી રહ્યું છે કે, ઠરાવ ગેરબંધારણીય છે
 
આંદોલનકર્તાઓએ જણાવ્યુ કે, બંધારણીય અધિકાર આંદોલન સમિતિ દ્વારા ૧૫ ફેબ્રુઆરીનાં રોજ મહેસાણામાં બંધનું એલાન જાહેર કર્યુ છે. આવતી કાલે બીએએએસ દ્વારા મહેસાણા બંધનું એલાન આપવામાં આવ્યુ છે.
 
વિવાદીત પરિપત્રને રદ્દ કરવા માટે એસસી, એસટી અને ઓબીસી સમાજની યુવતીઓ છેલ્લા ૨ મહિના ઉપરથી ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે ઉગ્ર આંદોલન કરી દેખાવ કરી રહી છે. જેથી સમગ્ર એસસી, એસટી અને ઓબીસી સમાજ દ્વારા મહેસાણા બંધનું એલાન જાહેર કરવામાં આવ્યુ છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ભારતના પ્રવાસ પહેલા ટ્રંપે લીધુ માર્ક જુકરબર્ગનુ નામ, ખુદને FB પર બતાવ્યો નં 1