Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Saturday, 5 April 2025
webdunia

ભૂપેન્દ્ર પટેલની ટીમમાં 100 ટકા નો રિપીટ થિયરી અપનાવાશે

Bhupendra patel team 100% No repeat theory
, બુધવાર, 15 સપ્ટેમ્બર 2021 (13:19 IST)
ગુજરાતના નવનિયુક્ત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળની શપથવિધિ 15 સપ્ટેમ્બરનેના આજે બપોરે યોજાશે. ભાજપે તમામ ધારાસભ્યોને 10 વાગ્યા સુધીમાં ગાંધીનગર પહોંચવા આદેશ આપ્યો, બપોરે 4 કલાકે યોજાશે શપથ સમોરાહ, મંત્રી મંડળ એક દમ નવું હશે , સિનિયરોને અપાશે આરામ
 
ભૂપેન્દ્ર પટેલની ટીમમાં 100 ટકા નો રિપીટ થિયરી અપનાવાશે, એકપણ જૂના મંત્રીને નવી કેબિનેટમાં સ્થાન નહીં મળે
 
 મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળની શપથવિધિ 15 સપ્ટેમ્બરનેના આજે બપોરે યોજાશે.  જે બાબતે ભાજપ પક્ષે ભાજપના તમામ ધારાસભ્યોને મોડી રાત્રે ફોન કરીને સવારના 10 વાગ્યા સુધી એમ.એલ.એ કોટર્સ હાજર રહેવાની સૂચના આપવામાં આવી હતી.
 
અમદાવાદના ભાજપના ધારાસભ્ય કિશોરસિંહ ચૌહાણે ધારાસભ્ય નિવાસ્થાન ખાતે પહોંચીને મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે મોડી રાત્રે ભાજપના ધારાસભ્યોને પક્ષ દ્વારા સૂચના આપવામાં આવી હતી કે સવારના 10:00 સુધીમાં તેઓ ધારાસભ્ય નિવાસ્થાન ખાતે પહોંચી જાય જેથી આજથી તમામ ધારાસભ્યો ધારાસભ્ય નિવાસ્થાન સાથે પહોંચ્યા છે આ ઉપરાંત ભાજપ પક્ષ એ હંમેશા સરપ્રાઈઝ આપવા માટે તૈયાર જ હોય છે જેથી નવા મંત્રીમંડળમાં પણ નવા ચહેરાઓ જોવા મળશે જેથી લોકોને આશ્ચર્ય થશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ભાજપનો સરપ્રાઈઝ- નાના માણસોને પણ રાજા બનાવી શકે છે...