Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

પાવી જેતપુરના આંબાખૂટ ગામે યુવાનનું આખું મોઢું ફાડી નાખ્યું

પાવી જેતપુરના આંબાખૂટ ગામે યુવાનનું આખું મોઢું ફાડી નાખ્યું
, સોમવાર, 3 જાન્યુઆરી 2022 (10:57 IST)
પાવી જેતપુર તાલુકાના આંબાખૂટ ખાતે ગત મોડી સાંજે ખેતરથી પાછા ફરતા યુવાન ઉપર રીંછે હુમલો કર્યા ગંભીર રીતે ઘાયલ થઈ જતા વડોદરા રિફર કરવામાં આવ્યો છે. પાવી જેતપુર તાલુકાના કુંડલ વિસ્તારમાં રીંછની સંખ્યા નોંધપાત્ર જોવા મળે છે.
 
આ રીંછ ખોરાક પાણીની શોધમાં કેટલીકવાર માનવ વસ્તીમાં આવી જાય છે અને હુમલો કરવાના બનાવો પણ બને છે. ત્યારે ગત મોડી સાંજે આંબાખૂટ ગામનો ધર્મેશભાઈ મડુંભાઈ રાઠવા ઉ.વ. 25 વર્ષ પોતાના ખેતરથી સાંજના 7-30 વાગ્યાના અરસામાં પાછા ફરતી વખતે રસ્તામાં ખોરાકની શોધમાં નીકળેલા રીંછે ધર્મેશ ઉપર હુમલો કર્યો હતો. આ હુમલામાં ધર્મેશના મોઢાને રીંછે ખૂબ જ ગંભીર રીતે કરડી ખાધું હતું.
 
રીંછનો હુમલો એટલો ગંભીર હતો કે આ યુવાનનો ચહેરો ફરીથી જૈસેથે થઈ શકે તેવી શક્યતાઓ ખૂબ ઓછી જણાઈ રહી છે. આ યુવાન ચહેરા ઉપર ગાલ, કપાળ, આંખ, નાક બધું જ કરડી ખાધેલું જોવા મળે છે.રીંછના હુમલામાં ધર્મેશ ખૂબ જ ગંભીર રીતે ઘાયલ થઈ જતા તેને પાવી જેતપુર સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લાવવામાં આવ્યો હતો. પરંતુ તેની હાલત ખૂબ જ ખરાબ હોવાથી તેને પ્રાથમિક સારવાર આપીને વડોદરા સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ઇન્કમટેક્સનું છેલ્લું રિટર્ન નહીં ભર્યું હોય તો વિઝા પણ નહીં મળે, અભ્યાસ માટે વિદેશ જતા વિદ્યાર્થીએ ડેક્લેરેશન આપવું પડશે