Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સુરતમાં સરોલી ગામમાંથી બેંકનું ATM મશીન ઉઠાવી જવા પ્રયાસ, ઘટના CCTVમાં કેદ થઈ

સુરતમાં સરોલી ગામમાંથી બેંકનું ATM મશીન ઉઠાવી જવા પ્રયાસ, ઘટના CCTVમાં કેદ થઈ
, સોમવાર, 15 નવેમ્બર 2021 (10:46 IST)
ગ્રામ્ય વિસ્તારમાં સિક્યુરિટી ગાર્ડ વગર ચાલતા ATM બૂથને નિશાને લેતી ચોર ટોળકી ફરી સક્રિય બની છે. સુરત જિલ્લાના ઓલપાડ સ્ટેટ હાઈ વેને અડીને આવેલ SBI બેન્કના ATM બૂથ પરથી 7 લોકોની ટોળકી ટેમ્પો સાથે ત્રાટકી હતી. જેમાં સૌ પ્રથમ મોં પર માસ્ક બાંધી એક તસ્કરે CCTV પર સ્પ્રે છાંટી દીધો હતો. બાદમાં અન્ય તસ્કરોએ અંદર પ્રવેશી મશીનમાંથી રૂપિયા નહીં પરંતુ સમગ્ર મશીન જ ઉખાડીને બહાર લઈ ગયાં હતાં. જો કે મંદિરના સિકર્યુરિટીની જાગૃતાથી તમામ તસ્કરો ATM મશીનને અધવચ્ચે છોડીને નાસી ગયાં હતાં. સમગ્ર ઘટના અંગે પોલીસને જાણ કરતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.CCTV ફૂટેજ મુજબ રાત્રિના 3 વાગ્યાના અરસામાં એક લબર મૂછીયો યુવક ATM બુથ પર મશીન પાસે આવી પરિસ્થતિનો તાગ મેળવી ચાલ્યો જાય છે. બાદમાં થોડીવારમાં એક બુકાનીધારી ચોર ઇસમ આવી ATM મશીન પર અને બૂથની ફરતે લગાવેલ CCTV કેમેરા પર કાળા કલરનો સ્પ્રે મારીને તેના સાથેના અન્ય 6 જેટલા ચોરોને બોલાવી પોતાની સાથે લઈને આવેલા તીક્ષ્ણ હથીયારો વડે ATM મશીન તોડી પાડી ઉચકીને બુથની બહાર મુખ્ય માર્ગ પર લઈ જઈ ટેમ્પોમાં મશીન મૂકવાની તૈયારી કરતા હતાં ત્યારે સાઈ બાબા મંદિરનો સિક્યુરિટી ગાર્ડ જાગી જઈ ચોર ટોળકીને જોઈ જતા તેણે બૂમા બૂમ કરતા નજીકમાં રહેતા લોકો જાગી જવાની વાતે ચોર ટોળકી ડરીને ATM મશીન મૂકી ટેમ્પો લઈને ઓલપાડ તરફ ભાગી છુટેલી.ATM ચોર ટોળકીએ અગાઉથી રેકી કરીને સરોલી ગામે સ્ટેટ હાઇવેને અડીને આવેલ SBI બેંકનું ATM બૂથ નિશાનો બનાવી ચોરી કરવાનો પ્રયત્ન કર્યો હતો. સિક્યુરિટી ગાર્ડની સતર્કતાએ ચોરીની ઘટના નિષ્ફળ બનતા પોલીસે હાશકારો લીધો હતો. અત્રે ઉલેખનીય છે કે, ઓલપાડ તાલુકાના સુરત શહેરને અડીને આવેલા અને તાલુકાના અંતરિયાળ ગામોમાં કાર્યરત જુદી જુદી બેન્કોના ATM બૂથ પર રાત્રીના સમયે સિક્યુરિટી ગાર્ડને ફરજ પર રાખવામાં ન આવતા ચોર ટોળકી નિશાનો બનાવતી આવી છે. તાલુકામાં આગાઉ 5 જેટલા ATM બૂથ પર ચોરી થવાની ઘટના બની હોઈ જેમાં તપાસમાં પોલીસને કોઈ સફળતા ન મળતા હવેATM ચોર ટોળકી ફરી સક્રિય થઈ છે.સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાનું ATM મશીન ઉઠાવીને લઈ જવાના નિષ્ફળ પ્રયાસ જેવી ચોરીની ગંભીર ઘટના વાળા ATM મશીનમાં દિવાળીના તહેવાર બાદ એટલેકે 10 નવેમ્બરે રૂપિયા 20 લાખ જેટલી રોકડ રકમ લોડ કરવામાં આવી હતી. ત્યારે બેંકના અધિકારીઓના કહેવા મુજબ 3 દિવસમાં અંદાજીત 5 લાખ રૂપિયા ગ્રાહકો દ્વારા ઉપાડીને લઈ જવાયા હોય તો 15 લાખ જેટલી મોટી રોકડ રકમ મશીનમાં હોવાનો અંદાજ લગાવ્યો છે. ત્યારે ચોર ટોળકી મશીન લઈને ભાગી છુટવામાં સફળ થઈ હોત તો 15 લાખ જેટલી મોટી રોકડ રકમ ચોરી થઈ ગઈ હોત.ટેમ્પો લઈને આવેલા 7 જેટલા ચોરની ટોળકીએ સુરત ઓલપાડ સ્ટેટ હાઇવે પર ટેમ્પો પાર્ક કરી મશીન ઉઠાવી લઈ જવાની કોસીસ કરેલી. જયારે સિકયુરીટીએ બુમાબુમ કરતા ચોર ટોળકી ટેમ્પો લઈને તળાદ ગામ તરફ આવતા રોડ પર ભાગી હતી જેથી ઓલપાડ પોલીસે આજુ બાજુના વિસ્તાર સાથે સુરત શહેરમાં પ્રવેશવાના મુખ્ય માર્ગના સીસી.ટીવી ફૂટેજ મેળવી તપાસ હાથ ધરી છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

રાજકોટમાં ટાગોર રોડ પર આવેલા મારુતિ સુઝુકીના શો-રૂમમાં ભીષણ આગ, ફાયરવિભાગની 3 ટીમે આગ પર કાબૂ મેળવ્યો