ગુજરાતમાં અમદાવાદ અને સુરત બંને શહેરોમાં મોટાપાય્યે બોગસ બિલિંગના કેસ સામે આવા છે. તારબાદ હવે જીએસટી ડિપાર્ટમેન્ટની બંને શહેરોમાં નજર છે. તાજેતરમાં જ જીએસટી ડિપાર્ટમેન્ટે અમદાવાદમાં 1000 કરોડથી વધુ બોગસ બિલિંગના કેસનો પર્દાફાશ ક્ર્યો અને હવે 250 થી વધુ વેપારીઓએ રિટર્નમાં ગરબડી મળી આવતાં તેની તપાસ કરવા માટે સુરત જીએસટી કમિશ્નરેટને સૂચના મળી હતી. થોડા દિવસો પહેલાં દેશભરમાં વધી રહેલા બોગસ બિલિંગના કેસને જોતાં સેટ્રલ બોર્ડ ઓફ સેટ્રલ એક્સાઇઝ એન્ડ કસ્ટમે તમામ કમિરેટમાં બોગસ બિલિંગ કરી ફ્રોડ આચરનારાઓ વિરૂદ્ધ કડક કાર્યવાહીની સૂચના આપી છે.
જીએસટી ડિપાર્ટમેન્ટ પાસેથી મળતી માહિતીના અનુસાર મળતી માહિતીના આધારે જીએસટી ડિપાર્ટમેન્ટએ તપાસ શરૂ કરી છે. વિભાગના અધિકારી યાદીમાં દર્શાવેલા વેપારીના એડ્રેસ પર જઇને તપાસ કરી હતી. જોકે મોટાભાગે વેપારીઓએ પોતાના દર્શાવેલા સરનામે ન હોવાથી તમામ બોગસ બિલિંગ કેસ સાથે સંકળાયેલા લાગી રહ્યા હતા. વિભાગે વેપારીઓને શોધવા માટે અન એજન્સીઓની મદદ માંગી છે. સાથે જ તેના બધા ક્રેડિટ બ્લોક કરી દીધા છે.
જીએસટી ડિપાર્ટમેન્ટે એક સોફ્ટવેર બનાવ્યું છે. આ સોફ્ટવેરમાં રિટર્ન ફાઇલ કરનારાઓની તમામ જાણકારી આવે છે. સાથે આ વેપારીએ માલ ક્યાંથી ખરીદ્યો અને અંતે ક્યાં સુધી માલની હેરાફેરી થઇ. કેટલી રકમની ઇનપુટ ક્રેડિટ પાસ ઓન કરવામાં આવી. આ તમામ જાણકારી રહે છે.
એક જ પ્લેટફોર્મ પર આ તમામ જાણકારી ઉપલબ્ધ હોવાથી ફ્રોડ પકડાઇ જાય છે. આ સોફ્ટવેરની મદદથી ગત મહિને ડીપાર્ટમેન્ટે 250 થી વધુ વેપારીઓની યાદી બનાવી જીએસટી કમિરેટને મોકલી છે અને અધિકારીઓને તેમના સ્થળ પર જઇને તપાસ કરવા માટે કહ્યું છે. સાથે જ જે વ્યક્તિના નામ પર કંપની અથવા સંસ્થા રજિસ્ટર્ડ છે. તે વેપાર કરી રહા છે અથવા કોઇ બીજું તે તમામ બાબતોની તપાસ કરવાની સૂચના આપી છે.
સુરત અને અમદાવાદ બંને બોગસ બિલિંગ કેસમાં ગુજરાતમાં અન્ય જિલ્લામાં ખૂબ આગળ છે. બંને ઐદ્યોગિક શહેર હોવાના કારણે અહીં ફ્રોડ કરવાનો મોકો મળે છે. સુરતમાં ડાયમંડ, કપડાં, જરી, રિયલ એસ્ટેટ અને કેમિકલ વગેરેનો બિઝનેસ હોવાથી બોગસ બિલિંગ કરનાર અલગ અલગ ફર્મ બનાવે છે. તાજેતરમાં જ રાજ્ય સરકારે આંકડા અનુસાર અમદાવાદમાં 971 કરોડ રૂપિયાનું કૌભાંડ પકડાયું છે, જેમાં 250 ફર્મ સામેલ હતી, જ્યારે સુરતમાં 789 કરોડ રૂપિઆનું બોગસ બિલિંગ પકડાયું હતું, તેમાં 196 બોગસ કંપનીઓ સામેલ હતી.