Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અમિત શાહની 10 રાજ્યોના મુખ્ય પ્રધાન સાથે બેઠક

અમિત શાહની 10 રાજ્યોના મુખ્ય પ્રધાન સાથે બેઠક
, રવિવાર, 26 સપ્ટેમ્બર 2021 (14:28 IST)
10 રાજ્યોના મુખ્યમંત્રીઓ અથવા તેમના પ્રતિનિધિઓ આજે(રવિવાર) દિલ્હીના વિજ્ઞાન ભવનમાં વામપંથી ઉગ્રવાદ પરની બેઠકમાં ભાગ લેશે. કેન્દ્રીય ગૃહમ પ્રધાન અમિત શાહની અધ્યક્ષતામાં આ બેઠક યોજાનાર છે. ગૃહ મંત્રાલયે જણાવ્યું હતું કે 2014 બાદ ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ની સરકાર સત્તામાં આવ્યા બાદથી માઓવાદીઓ સંબંધિત ઘટનાઓમાં 47 ટકાનો ઘટાડો થયો છે.
 
ગૃહ મંત્રાલય દ્વારા ત્રણ વર્ષ પહેલા નક્સલ પ્રભાવિત જિલ્લાઓની સંખ્યા 100 થી ઘટાડીને 70 ને ધ્યાનમાં રાખીને આ બેઠક યોજાઈ રહી છે. બિહાર, ઓડિશા અને ઝારખંડમાં નક્સલ પ્રભાવિત વિસ્તારોની સંખ્યામાં મહત્તમ ઘટાડો જોવા મળ્યો છે. અધિકારીઓએ શુક્રવારે કહ્યું કે ગૃહપ્રધાન અમિત શાહ રવિવારે 10 રાજ્યોના મુખ્યપ્રધાન ઓ સાથે નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં સુરક્ષાની સ્થિતિની સમીક્ષા કરશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

કેનેડા જનારા ભારતીયો માટે ખુશખબર : શરૂ થઇ રહી છે ડાયરેક્ટ ફ્લાઈટ્સ