Publish Date: Sun, 26 Sep 2021 (13:02 IST)
Updated Date: Sun, 26 Sep 2021 (13:04 IST)
કેનેડાએ કોરોના સંક્રમણના કારણે મૂકેલા પ્રતિબંધોમાં હવે થોડી ઢીલ મૂકી છે. કેનેડા સરકારએ 27 સપ્ટેમ્બરથી ભારતથી આવનારી ડાયરેક્ટ ફ્લાઇટ્સ પર લાગેલા પ્રતિબંધને હટાવી દીધો છે. હવે 27 સપ્ટેમ્બરથી ફરીથી કેનેડા માટે ભારતીય ફ્લાઇટો ઉડી શકશે. કોરોનના કારણે અનેક મહીનાઓથી પ્રતિબંધ મૂક્યો હતો. છેલ્લી વખતે ફ્લાઇટો પર આ પ્રતિબંધને 26 સપ્ટેમ્બર સુધી વધારવામાં આવ્યો હતો, પરંતુ હવે અહીંની સરકારએ પ્રતિબંધોમાં ઢીલ આપી દીધી છે.