Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

બોલો! ST બસમાં મુસાફર પાસેથી લેવાયું લેપટોપ વાપરવાનું 88 રપિયા ભાડું, ડેપો મેનેજરે રિફંડ આપવા કહ્યું

laptop rent
, સોમવાર, 7 ઑગસ્ટ 2023 (17:09 IST)
laptop rent
બસમાં ટીકિટ આપનારા કંડક્ટરને બોલાવીને નિવેદન લેવાની તજવીજ હાથ ધરાઈ 
 
Ahmedabad News -  સમગ્ર ગુજરાતમાં રોજ સેંકડો મુસાફરો એસટી બસમાં મુસાફરી કરતા હોય છે. આજે ઉત્તરગુજરાતના અરવલ્લી જિલ્લાના મોડાસામાં એસટી કંડક્ટરની વિચિત્ર ઉઘરાણી સામે આવી છે. કંડક્ટરે બસમાં લેપટોપ પર કામ કરી રહેલા મુસાફર પાસેથી 88 રૂપિયા ભાડુ વસૂલ્યું હોવાની વિચિત્ર ઘટના સામે આવી છે. આ ઘટનાને લઈને એસટીના કંડક્ટર સામે કાર્યવાહી કરવાની ચર્ચાઓ શરુ થઈ છે. 
 
લેપટોપ વાપરવા બદલ 88 રૂપિયા ભાડું લીધું 
પ્રાપ્ત વિગતો પ્રમાણે મોડાસાથી અમદાવાદ જતી બસમાં કંડક્ટરે બેંક કર્મચારી પાસેથી બસમાં લેપટોપ વાપરવા બદલ 88 રૂપિયા ભાડું લીધું હતું. બસમાં લેપટોપ વાપરવા બદલ ભાડું લેવામાં આવતા બેંક કર્મચારી હચમચી ગયા હતા. જે બાદ તેઓએ સોશિયલ મીડિયા દ્વારા સમગ્ર મામલો બહાર લાવવા પ્રયાસ કરાયો હતો. આ અંગેની જાણ ST વિભાગને થતાં એસટી વિભાગ દ્વારા બસના કંડક્ટર સામે કાર્યવાહી કરવામાં આવી છે. 
 
કંડક્ટરનું નિવેદન લેવાની તજવીજ હાથ ધરાઈ
આ અંગે મોડાસા એસટી બસ સ્ટેન્ડના ડેપો મેનેજર એચ.આર. પટેલે મીડિયાને જણાવ્યું કે, અંતોલી-અમદાવાદ લોકલ બસમાં કંડક્ટર દ્વારા લેપટોપની જે ટિકિટ આપવામાં આવેલ છે. તે બાબતે આમ તો નિયમ અનુસાર લેપટોપની ટિકિટ આપવાની થતી હોતી નથી. પરંતુ ઈલેક્ટ્રિક વીજ ઉપકરણ કે જે સીટની જગ્યા રોકે છે તેની ટિકિટ આપવાની થતી હોય છે.  સોશિયલ મીડિયા દ્વારા જે ફરિયાદ મળી છે તેનું રિફંડ કરવામાં આવશે અને ફરજ પર હાજર કંડક્ટરનું નિવેદન લેવાની તજવીજ હાલ હાથ ધરવામાં આવી છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Independence day 2023- સક્સેસફુલ બિજનેસ બનાવવા માટે કામ આવશે આ મંત્ર, વેપારીઓએ અજમવી લીધા તો થશે મોજ