Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Onion Price Hike- ટામેટા બાદ હવે ડુંગળી રડાવશે

Onion Price Hike- ટામેટા બાદ હવે ડુંગળી રડાવશે
, રવિવાર, 20 ઑગસ્ટ 2023 (16:32 IST)
Onion Price Hike: ઓછા પુરવઠાને કારણે આ મહિનાના અંતમાં રિટેલ માર્કેટમાં ડુંગળીના ભાવમાં વધારો થવાની ધારણા છે અને આવતા મહિને તે 60-70 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી શકે છે.

ડુંગળીના ભાવમાં વધારોઃ ટામેટા, આદુ બાદ હવે ડુંગળી લાવશે લોકોની આંખોમાંથી આંસુ. આ મહિનાના અંતથી ડુંગળી મોંઘી થવા જઈ રહી છે. લઘુતમ ભાવ રૂ. 11 અને મહત્તમ ભાવ રૂ. 60 પ્રતિ કિલો હતો. જોકે ગુજરાતમાં 35થી 40 રૂપિયે કિલો ભાવ છે.
 
પ્રાપ્ત માહિતી અનુસાર સપ્ટેમ્બરની શરૂઆતથી રિટેલ માર્કેટમાં ભાવમાં નોંધપાત્ર વધારો થવાની સંભાવના છે અને તે 60-70 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી શકે છે. જો કે, કિંમત 2020 ની ઊંચી સપાટીથી નીચે રહેશે.
 
ઓક્ટોબરથી ખરીફનું આગમન શરૂ થશે ત્યારે ડુંગળીનો પુરવઠો વધુ સારો રહેશે, જેના કારણે ભાવમાં નરમાઈ આવવાની ધારણા છે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ચંદ્રયાન-3નું લેન્ડર ચંદ્રથી થોડાક કિમી દૂર, ઈસરોએ જણાવ્યું કે ક્યારે અને કયા સમયે સોફ્ટ લેન્ડિંગ થશે