Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

વલસાડના દરિયાકાંઠેથી બે દિવસમાં કરોડોની કિંમતના ચરસના 31 પેકેટ મળ્યા

drugs
, બુધવાર, 14 ઑગસ્ટ 2024 (13:24 IST)
drugs

સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠા બાદ હવે દક્ષિણ ગુજરાતના દરિયકાંઠેથી બિનવારસી હાલતમાં ડ્રગ્સ મળવાનો સિલસિલો શરૂ થયો છે. સોમવારે વલસાડના ઉદવાડાના દરિયાકાંઠેથી ચરસના 10 પેકેટ બિનવારસી હાલતમાં મળી આવ્યા બાદ આજે વલસાડ અને સુરતના દરિયાકાંઠેથી ચરસના વધુ પેકેટ બિનવારસી હાલતમાં મળી આવ્યા છે.

વલસાડના દાંતી ભાગલના દરિયાકાંઠેથી 21 પેકેટ અને સુરતના હજીરાના દરિયાકાંઠેથી 3 પેકેટ મળી આવ્યા છે. બે દિવસથી અલગ અલગ સ્થળો પરથી બિનવારસી હાલતમાં ચરસ મળી આવતા આગામી સમયમાં હજી વધુ પણ જથ્થો મળવાની શક્યતાઓ વ્યકત કરાઈ રહી છે. જેના પગલે પોલીસ દ્વારા હાલ દરિયાકાંઠા વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે અને લોકોને પણ જો કોઈ બિનવારસી વસ્તુ ધ્યાનમાં આવે તો જાણ કરવા અપીલ કરવામાં આવી છે. વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ઉદવાડાના દરિયાકાંઠે પ્રોટેકશન વોલ પાસેથી ગઈકાલે વલસાડ એસઓજી અને પારડી પોલીસની ટીમે સંયુક્ત તપાસ કરી ચરસના 10 પેકેટ કબજે કર્યા હતા. જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત 5 કરોડથી વધુની આંકવામાં આવી રહી છે. વલસાડ પોલીસે જે પેકેટ કબજે કર્યા હતા તેની પર અંગ્રેજી અને ઉર્દુ ભાષામાં લખાણ મળી આવ્યું હતું.

સોમવારે ઉદવાડાના દરિયાકાંઠે પ્રોટેકશન વોલ પાસેથી ચરસના બિનવારસી પેકેટ મળ્યા બાદ તે દરિયાના પાણીમાં તણાઈને આવ્યાની આશંકા વ્યકત કરવામાં આવી હતી. વલસાડ પોલીસ દ્વારા જિલ્લાના 70 કિમીના દરિયાકાંઠા પર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને લોકોને પણ અપીલ કરવામાં આવી હતી કે, દરિયાકાંઠે કોઈ બિનવારસી વસ્તુ મળી આવે તો પોલીસને જાણ કરવામાં આવે. તેની વચ્ચે આજે પોલીસે દાંતી ભાગલ ગામ નજીક દરિયાકાંઠેથી ચરસના 21 પેકેટ બિનવારસી હાલતમાં મળી આવતા પોલીસ ચોંકી ઉઠી હતી.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

બાળક ઈંસ્ટાગ્રામ પર શું જોઈ રહ્યા છે આ એક સેટીંગથી જાણી શકો છો