Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સાબરમતી નદીમાં દશામાંની મૂર્તિ પધરાવતા દુર્ઘટના, પાણીમાં ડૂબી જવાથી ૩ ના મોત

sabarmati drown
, બુધવાર, 14 ઑગસ્ટ 2024 (10:26 IST)
sabarmati drown
Dashama Murti visarjan- અષાઢ અમાવસ્યાથી શરૂ થતા દશામા ના 10 દિવસની ઉજવવણી પછી ગઈકાલે વિસર્જન કરવા એક મોટી દુર્ઘટના સાબરમતી નદીમાં સર્જાઈ છે. દશામાના વ્રતનો છેલ્લો દિવસ હોવાથી ઠેર-ઠેર ભક્તો માતાજીની મૂર્તિ પધારવવા માટે ગયા હતા. આ દરમિયાન ગાંધીનગરમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. આ દુર્ઘટનામાં 2 મહિલા અને એક પુરૂષની મોત થઈ ગઈ છે 
 
ગાંધીનગરના સેક્ટર - 30 સાબરમતી નદીમાં અમદાવાદથી ટેમ્પામાં મૂર્તિ પધરાવવા માટે આવેલા એક પરિવારની બાર વર્ષની પૂનમ પ્રજાપતિ નામની કિશોરી ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી. જેને બચાવવા એક પછી એક ચાર લોકોએ પાણીમાં કૂદી શોધખોળ કરવાનો પ્રયાસ કર્યો હતો. જે પૈકી અજય વણઝારા અને ભારતીબેન પ્રજાપતિ પણ ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયાં હતાં. જ્યારે અન્ય બે વ્યક્તિને સ્થાનિકોએ બચાવી લીધા હતા.
 
ઘટનાના જાણ થતાં તાબડતોબ ફાયર ટીમ ધટનાસ્થળે પહોંચી હતી અને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. લાપતા લોકોની શોધખોળ શરૂ કરી છે.  

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Independence Day 2024 Modi's Special Guests- વડાપ્રધાન મોદીએ સતત 11મી વખત ત્રિરંગો લહેરાવીને રાષ્ટ્રને સંબોધન કરશે, 4000 વિશેષ મહેમાનો