Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

વલસાડના ધરમપુરમાં સ્કૂલ બસ સળગીને ખાખ 30 વિદ્યાર્થી, ત્રણ શિક્ષકનો બચાવ

30 students, 3 teachers rescued after school bus catches fire in Valsad's Dharampur

વલસાડ

, શનિવાર, 10 ફેબ્રુઆરી 2024 (17:28 IST)
30 students, 3 teachers rescued after school bus catches fire in Valsad's Dharampur

- બસમાં આગ લાગી ત્યારે વિદ્યાર્થીઓ અને શિક્ષકો બસની બહાર હોવાથી મોટી જાનહાનિ થતા અટકી
-  સેલવાસની સ્કૂલના વિદ્યાર્થીઓ વિલ્સન હિલ ખાતે પ્રવાસે આવ્યા હતા
-  ધરમપુરના આવધા પાસે આ બનાવ બન્યો
 
ધરમપુર પાસે સ્કૂલ પ્રવાસ દરમિયાન સ્કૂલ બસમાં આગ લાગવાની ઘટના બની છે. સદનસીબે આ બસમાં જ્યારે આગ લાગી ત્યારે તમામ વિદ્યાર્થીઓ અને શિક્ષકો બસની બહાર હોવાથી મોટી જાનહાનિ થતા અટકી હતી. સેલવાસની સ્કૂલના વિદ્યાર્થીઓ વિલ્સન હિલ ખાતે પ્રવાસે આવ્યા હતા ત્યારે ધરમપુરના આવધા પાસે આ બનાવ બન્યો હતો.
 
વિદ્યાર્થીઓ અને શિક્ષકો બસની બહાર હોવાથી જાનહાની ટળી
પ્રાપ્ત વિગતો પ્રમાણે વલસાડ જિલ્લાના ધરમપુરના આવધા પાસે પ્રવાસે નીકળેલા સ્કૂલના વિદ્યાર્થીઓ અને શિક્ષકોની બસમાં અચાનક આગ લાગી હતી. બસમાં સવાર તમામ વિદ્યાર્થીઓ અને શિક્ષકો જ્યારે નાશ્તો કરવા માટે ઉભા રહ્યા હતા ત્યારે જ કોઈ કારણોસર બસમાં આગ ફાટી નીકળી હતી. ગણતરીની મિનિટોમાં જ આખી બસમાં આગ ફેલાઈ ગઈ હતી.
 
30 વિદ્યાર્થીઓ અને 3 શિક્ષકો પ્રવાસે નીકળ્યા હતા
ધરમપુરના આવધા પાસે જે સ્કૂલ બસમાં આગ લાગી હતી તે બસ સેલવાસના સમરવરણી ખાતે આવેલી લેડી ઓફ હેલ્પ ઈંગ્લીશ મીડિયમ સ્કૂલની બસ હતી. આ સ્કૂલના 30 વિદ્યાર્થીઓ અને 3 શિક્ષકો વિલ્સન હિલ ખાતે પ્રવાસે નીકળ્યા હતા. ઘટનાની જાણ થતા ધરમપુર ફાયરબ્રિગેડની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

આસ્થા ટ્રેનમાં રામલલાના દર્શને અયોધ્યા જતાં વડોદરાના શ્રદ્ધાળુને હાર્ટ-એટેક આવ્યો,